હાલમાં મોટાભાગનાં લોકો જિંદગીથી અથવા તો સમસ્યાથી કંટાળીને આપઘાતનું પગલું ભરી રહ્યાં છે. આપઘાતની આવી જ અન્ય એક ઘટના રાજ્યના નડિયાદ જીલ્લામાંથી સામે આવી છે. શહેરના રિટાયર્ડ SRP જવાનના દીકરાએ ગળાફાંસો ખાઇને જીવનનો અંત આણ્યો છે. કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું છે. આની વિશે નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં નર્સિંગનો અભ્યાસ કરતો હતો :
શહેરના કપડવંજ રોડ પર આવેલ SRP કેમ્પની સામે જીવનદીપ સોસાયટીના મકાન નં. ઈ/7માં રહેતાં મહેન્દ્રભાઇ મકવાણા નિવૃત્ત SRP જવાન છે. તેમના 3 દીકરા, જેનાં પૈકી વચેટ 26 વર્ષીય દીકરો પ્રતીક ગત મધરાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે.
પ્રતીક અપરિણીત હતો તેમજ તે અમદાવાદમાં નર્સિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. આની સાથે જ ગત રોજ રાત્રે તે ઘરમાં એકલો હોવાથી આ દરમિયાન કોઈ કારણોસર ઘરના હૂકની સાથે કાપડ બાંધીને તેણે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.
આ ઘટનાની જાણ મહેન્દ્રભાઈ તેમજ સંબંધિઓને થતાંની સાથે જ તેઓ ઘરે આવી જોતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. વચેટ દીકરાના આ પગલાને લીધે તેના 2 ભાઈઓ અને પિતાને ખુબ આઘાત લાગ્યો છે. આ વિશેની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને કરતાં આકસ્મિક મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મોટા દીકરાની ગત 28મી માર્ચના રોજ સગાઈ હતી :
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મહેન્દ્રભાઇના મોટા દીકરાની ગત 28મી માર્ચના રોજ સગાઈ હોવાથી પ્રતીક સિવાય બધાં લોકો લીમડીમાં સગાઈમાં ગયા હતા. આ દરમિયાન પ્રતીક ઘરે એકલો હોવાંથી આ સમયે પગલું ભર્યું હોવાનું કહ્યું હતું. આપઘાત કરવાં પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા મૃતકનો ફોન કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.