કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ગૌમાતાને જમાડી દો આ એક વસ્તુ, ઘરમાં ક્યારેય નહિ આવે દરિદ્રતા

Janmashtami 2023: કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ગૌ માતાને ખવડાવી દો આ એક વસ્તુ ખુલી જશે ભાગ્યના દરવાજા. અને જીવન માંથી પેઢીઓથી ચાલતી આવતી દરિદ્રતા દુર થશે…

Janmashtami 2023: કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ગૌ માતાને ખવડાવી દો આ એક વસ્તુ ખુલી જશે ભાગ્યના દરવાજા. અને જીવન માંથી પેઢીઓથી ચાલતી આવતી દરિદ્રતા દુર થશે થશે અપાર ધનની પ્રાપ્તિ થશે.દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ સમગ્ર દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. દ્વાપરયુગમાં આજ દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ(Janmashtami 2023) થયો હતો. શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર, શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથી, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશી અને બુધવારના દિવસે થયો હતો. તેમાં પણ આ વર્ષે. કૃષ્ણ જન્માષ્ટમી ખુબ જ ખાસ છે. કારણ કે, આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ બુધવારે જ ઉજવામાં આવશે.

મિત્રો.ભગવાન શ્રી કૃષ્ણને ગૌ માતા સાથે અત્યંત પ્રેમ અને કરુણા હતી. આ માટે જ જન્માષ્ટમીના દિવસે ગૌમાતાની વિશેષ સેવા કરવી જોઈએ… અને ગૌમાતાને આ વસ્તુ જમાડવી જોઈએ. ખાસ કરીને આ એક વસ્તુ ભૂલ્યા વગર ગૌમાતાને જમાડવી જોઈએ. જેનાથી તમારા જીવનની દરેક દરિદ્રતા દુર થશે અને અપાર ધનની પ્રાપ્તિ થશે.

મિત્રો, આપણા પ્રાચીન ગ્રંથોમાં ગૌમાતાને અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર પશુ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ગાયને માતા નું સન્માન આપવામાં આવ્યું છે. અને દરેક દેવી દેવતા ગૌમાતાનું પૂજન કરે છે. ગૌમાતાના શરીરમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. ગાય એકદમ પવિત્ર, નિર્મળ, શાંત, નિષ્પાપ જીવ છે. ઋગ્વેદમાં ગૌમાતાને સંસારનું પાલન પોષણ કરનારી કામધેનુ માતા કહેવામાં આવી છે. તેના દર્શન માત્રથી મનુષ્યના હજારો પાપ નાશ થઇ જાય છે. એટલે ક્યારેય પણ આ નિષ્પાપ ગૌમાતા પર અત્યાચાર ન કરવો જોઈએ. ક્યારેય પણ ગાય ને મારવી ન જોઈએ. ને ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું કષ્ટ ન આપવું જોઈએ. શાસ્ત્રોમાં ગૌમાતાને મારવું… સૌથી મોટું પાપ ગણવામાં આવ્યું છે.

મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણને ગાયો સાથે ખુબ જ પ્રેમ હતો. ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં ગૌમાતાનું સ્થાન સૌથી ઉપર હતું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, ગૌમાતાની સેવા કરવી જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. આનાથી મોટું પુણ્યનું કાર્ય આ સંસારમાં બીજું કોઈ નથી. કળયુગની ભવિષ્યવાણી કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, કળયુગમાં જયારે ધર્મ નાશ પામશે ત્યારે મનુષ્ય ગૌમાતાની સેવા નહિ કરે. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે ગાયનું પાલન કરશે. દૂધ માટે ગાયને અસહ્ય કષ્ટ આપશે. જેના પરિણામ સ્વરૂપ કલયુગમાં પાપ અને અધર્મ તેની ચરમસીમાએ હશે. કળયુગના અંતનું લક્ષણ બતાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, જયારે આ સંસાર માંથી ગાય લુપ્ત થઇ જશે ત્યારે આ કળયુગનો અંત આવશે. જે મનુષ્ય કળયુગમાં પણ ગૌમાતાની નિસ્વાર્થ સેવા કરશે, તે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરશે.

જે સ્ત્રી રસોઈમાં બનેલી પગેલી રોટલી ગૌમાતાને જમાડશે. તે સદા સુહાગણ અને સૌભાગ્યશાળી રહેશે. જે લોકો પોતાના ઘરમાં ગાયથી પ્રાપ્ત થયેલું પંચગવ્યને પોતાના ઘરમાં રાખશે, તેના ઘરમાં ક્યારેય દુખ દરિદ્રતા નહિ આવે. મિત્રો, આપણા ધર્મના દરેક શાસ્ત્રમાં, ગૌ માતાની સેવાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જે વ્યક્તિ દરરોજ ગૌ માતાની સેવા કરે છે, તે સૌથી વધુ પુણ્યશાળી વ્યક્તિ બની જાય છે. ગામડાઓમાં તો લોકોને ગૌમાતાની સેવા કરવાનો અવસર મળે છે, પરંતુ શહેરોમાં લોકો ગૌ માતાની સેવા કરવાનું ભૂલી જ ગયા છે. આ માટે દરેક મનુષ્ય ગૌશાળામાં જઈને ગૌ માતાની સેવા કરવી જોઈએ. અથવા તો ગૌશાળા માટે દાન ધર્માદો આપવો જોઈએ.

આ સિવાય તમે તમારા ઘરમાં ગૌમાતાની મૂર્તિ રાખીને તેમની પૂજા જરૂર કરવી જોઈએ. આનાથી પણ માતા કામધેનુ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં ગૌમાતાને મા લક્ષ્મીનો અવતાર માનવામાં આવ્યો છે. આ માટે જ ગૌ માતાની પૂજા કરવાથી દુઃખ અને દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જાય છે. પ્રાચીન સમયથી જ ગૌ માતાની સેવા અને સંવર્ધન કરવાની પરંપરા ચાલતી આવી છે. ઘણા ઋષિઓ ગાયોનું સંવર્ધન કરતા હતા, રાજા મહારાજાઓ ગૌમાતાનું દાન કરતા હતા. ગૌદાનને સૌથી મોટું દાન માનવામાં આવે છે. ગૌ માતાનો દાન કરવાથી દરેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. અને તે દરેક મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આજે અમે તમને ગૌ માતાના વિશે ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જાણવા જઈ રહ્યા છીએ. કેવી રીતે કરવી જોઈએ ગૌમાતાની પૂજા? ગૌ માતાને શું જમાડવાથી શું ફળ મળે છે? તથા ગૌ માતાના કયા અંગને સ્પર્શ કરવાથી દરિદ્રતા નાશ પામે છે. આ દરેક સવાલોના જવાબ આપણા શાસ્ત્રોમાં જણાવેલા છે.

અત્યંત પૂજનીય ગૌ માતા વિશે આપ સૌને આ વાતો અવશ્યપણે જાણવી હોય જોઈએ. આનાથી તમારા જીવનના દરેક પ્રકારના પ્રશ્નો દૂર થઈ જશે. મિત્રો ઘણીવાર મહિલાઓ ગૌમાતાને જાણે અજાણે એવી વસ્તુઓ જમાડી દે છે… જેનાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, આ વસ્તુઓ ગૌ માતાને ક્યારેય પણ ન જમાડવી જોઈએ. આનાથી મનુષ્યના જીવનમાં દૂર ભાગ્ય આવે છે, અને આ વ્યક્તિને કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. તો આવો જાણીએ… ગૌ માતાના સંપૂર્ણ નિયમ. જેનું પાલન કરવાથી દરેક વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી જાય છે.

સૌથી પહેલી વાત છે ગૌ માતાના દર્શન
ગૌ માતાના દર્શન કરવા શાસ્ત્રોમાં સૌથી શુભ માનવામાં આવ્યું છે. શાસ્ત્રો કહે છે કે દરરોજ સવારે ગૌ માતાના દર્શન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો તમે કોઈ મહત્વ કાર્ય માટે જઈ રહ્યા હો ત્યારે ગૌ માતા તમારા રસ્તામાં આવી જાય, તો એ કાર્ય નિશ્રિત રૂપે સફળ થાય છે. કોઈપણ યાત્રાએ નીકળતા પહેલા, જો ગૌ માતાના દર્શન થઈ જાય તો યાત્રા સુખપૂર્વક પૂર્ણ થઈ જાય છે. તેમાં કોઈ શંકા નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કુંડલીમાં પિતૃદોષ હોય તો અન્ય ઉપાયો સાથે ગૌ માતાને રોટલી અને ઘાસ ખવડાવવાથી નિશ્ચિત રૂપે લાભ થાય છે. અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આ સાથે જ કુંડલીના શનીમાં મહાદશા હોય તો, દરેક શનિવાર અને અમાવસિયાના દિવસે કાળા રંગની ગાયને ઘાસ અને રોટલી જમાડી તેની પૂજા કરવી જોઈએ. કામ કરવાથી શનિદોષ ઓછો થાય છે.

મિત્રો ગૌમાતાનું ગૌમૂત્ર ખૂબ જ ઉપયોગી, પવિત્ર અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અત્યંત હિતકારી હોય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો ગૌમુત્રનું મહત્વ છે જ પરંતુ વૈજ્ઞાનિક અને સ્વાસ્થય ની દ્રષ્ટિએ ગૌમુત્રના અનેક લાભ કહેવામાં આવ્યા છે. અનેક પ્રકારના ખનીજ પદાર્થ અને સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે. જે આપણા શરીરની શ્રુદ્ધી કરે છે, અને અનેક પ્રકારના રોગોથી દૂર રાખે છે. સાથે સાથે ગૌમૂત્ર છટકાવ કરવાથી વાતાવરણમાં પવિત્રતા અને શુદ્ધતા વ્યાપ્ત થઈ જાય છે. આ માટે જ આપણા હિંદુ શાસ્ત્રોમાં શરીરને નિરોગી રાખવા પ્રતિ દિવસ ગૌમુત્રનું સેવન કરવા તથા ઘરમાં ગૌમુત્રનું છટકાવ કરવા કહેવામાં આવ્યું છે.

કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત કરવા માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સવારના ભોજનને સૌથી પહેલી રોટલી ગૌ માતાને જમાડવી જોઈએ. જો કોઈ પરિવારમાં માંગલિક કાર્યો અટકી પડ્યા હોય તો, સવારના ભોજનને પહેલી રોટલી પર ગોળ અને ચણા રાખી ગૌ માતાને જમાડવી જોઈએ. આમ કરવાથી તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે.

ગાયનું દૂધ, દહી, ઘી, ગોબર અને ગૌમૂત્ર થી બનતા મિશ્રણને પંચગવ્ય કહેવામાં આવે છે. પંચગવ્યને પાપ નાશક કહેવામાં આવ્યું છે. અને હિન્દુ ધર્મની દરેક વિધિઓમાં પંચગવ્ય નો ઉપયોગ કરવામાં આવે છે. પંચગવ્યમાં વપરાતી દરેક વસ્તુઓ ખૂબ જ ઉપયોગી હોય છે. જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે તો લાભદાયક નીવડે છે, સાથે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.

મિત્રો જો તમારા ઘરના દ્વારે ગૌમાતા આવે છે તો ગૌ માતાને જમાડ્યા વગર પાછી ન જવા દેતા. નહીં તો તમારે દુર્ભાગ્યનો સામનો કરવો પડશે. કારણ કે, ગૌમાતા જેના દ્વારેથી કંઈ પણ જમ્યા વગર પાછી ફરે છે. તેના ઘરનો માતા લક્ષ્મી પણ ત્યાગ કરી દે છે. દરેક મહિલાએ, ગૌમાતા માટે એક રોટલી બનાવવી જોઈએ. તને પ્રેમપૂર્વક ગૌમાતાને જમાડવી જોઈએ. આનાથી ગૌમાતા ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને મનની દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે.

મિત્રો ઘણા લોકો ગૌમાતાને એઠું અને વાસી ભોજન જમાડે છે. અને શાસ્ત્રમાં પાપ માનવામાં આવ્યું છે. તમે કોઈ અન્ય પશુઓને ખવડાવી શકો છો, પરંતુ ગૌ માતાને ક્યારેય પણ એઠું કે વાસી ભોજન ને જમાડવું જોઈએ. ભૂખને કારણ ગૌમાતા આ અન્ન ને જમી તો લે છે, પરંતુ પાપ વ્યક્તિને લાગે છે, ગૌ માતાને આ વાસી અને એઠું ભોજન જમાડે છે.

ગાય એક શાકાહારી અને પવિત્ર પશુ છે. આ માટે જ ગાયના ભોજનમાં ક્યારેય પણ માંસ, ઈંડા જેવી વસ્તુ ન આપવી જોઈએ. શાસ્ત્રમાં આવું કરનારને મહાપાપી કહેવામાં આવ્યો છે. જો ઘરમાં ધનની સમસ્યા હોય તો ગુરૂવારના દિવસે ગૌ માતાને કેળાનું ફળ જમાડવું જોઈએ. આનાથી સાથ પેઢીઓની દરેક જતા દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મી માતાની કૃપા વરસે છે.તો મિત્રો તમે પણ આ પ્રકારે ગૌ માતાની સેવા જરૂર કરજો. જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ તમારા પર રાજી થશે અને તમારા ઘરમાંથી કાયમ માટે ગરીબી અને દરિદ્રતા દુર થશે અને માતા લક્ષ્મીનો વાસ થશે. મિત્રો આ જન્માષ્ટમીએ તમે પણ વચન લો, જે આજથી તમે પણ ગૌમાતાની સેવા કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *