‘ઝડપની મજા, મોતની સજા’ -ફૂલ સ્પીડમાં આવતી વાને પાર્ક કરેલી ટ્રકને મારી જબરદસ્ત ટક્કર- 6 લોકોના મોત

Published on Trishul News at 1:10 PM, Wed, 6 September 2023

Last modified on September 6th, 2023 at 3:03 PM

Accident between a van and a truck: તમિલનાડુમાં હાઈવે પર હાઈ સ્પીડનો કહેર જોવા મળ્યો છે. અહીં સ્પીડમાં આવી રહેલી વાન રોડ પર પહેલાથી જ ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. સમગ્ર ઘટનાના(Accident between a van and a truck) દર્દનાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બુધવારે વહેલી સવારે તમિલનાડુના સાલેમ વિસ્તારમાં બની હતી. તમિલનાડુના સાલેમ-ઈરોડ હાઈવે પર સવારે 4 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હોવાનું જાણવા મળે છે.

દુર્ઘટના સમયે ઈંગુરના આઠ લોકો વાનમાં પેરુન્થુરાઈ જઈ રહ્યા હતા. મૃતકોની ઓળખ સેલ્વરાજ, મંજુલા, અરુમુગમ, પલાનીસામી, પપ્પાથી અને એક વર્ષના બાળક તરીકે થઈ છે.

અકસ્માતની તપાસમાં આઘાતજનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે
અકસ્માતની માહિતી મળ્યા બાદ તપાસમાં લાગેલી પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં ઝડપભેર આવી રહેલી વાન અકસ્માતનો ભોગ બનતી દેખાઈ રહી છે. મળતી માહિતી અનુસાર, વાનનો ડ્રાઈવર વિગ્નેશ અને અન્ય એક મુસાફર ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Be the first to comment on "‘ઝડપની મજા, મોતની સજા’ -ફૂલ સ્પીડમાં આવતી વાને પાર્ક કરેલી ટ્રકને મારી જબરદસ્ત ટક્કર- 6 લોકોના મોત"

Leave a comment

Your email address will not be published.


*