કહેવામાં આવે છે કે,શિક્ષક સાથે વિદ્યાર્થીઓ નો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. ગુરુ નું જ્ઞાન વિદ્યાર્થીઓને જીવનમાં સફળતાની ઉંચાઈ ઉપર લઈ જાય છે. પરંતુ આજે અમે તમને એક શિક્ષકની એવી ઘટના જણાવી રહ્યા છીએ કે, જેના વિશે તમે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો.
હજારીબાગ જિલ્લાની એક પ્રાથમિક શાળાથી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં અખ્તર હુસેન નામના શિક્ષકે ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થી કોમલને એટલી ખરાબ રીતે મારી હતી કે,તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
મળતી માહિતી મુજબ, જ્યારે છોકરી ગણિતનો પ્રશ્ન હલ કરીને શિક્ષકને બતાવવા ગઈ ત્યારે શિક્ષક ગુસ્સે થયો હતો.છોકરી કંઈ બોલી શકે તે પહેલાં શિક્ષકે છોકરીને લાકડી વડે માર માર્યો હતો. માર મારવાને કારણે છોકરીને એટલી ઇજા થઈ હતી કે,તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
આ કેસ ઘણો વધી ગયો. તો આ શાળાની આચાર્ય સુનિતા સિંહાએ જણાવ્યું કે,તેણે આ આખા કેસ અંગે શિક્ષકની પૂછપરછ કરી છે. જ્યારે આરોપીને પૂછવામાં આવ્યું તે સમયે આરોપીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને ઘણી વાર સમજાવ્યા બાદ પણ તે પ્રશ્ન હલ કરી શકતી ન હતી. એટલા માટે ગુસ્સામાં આવીને મારાથી માર મરાઈ ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.