ગુજરાત(Gujarat): હાલમાં કિશન ભરવાડ(Kishan Bharvad) હત્યા કેસને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. હવે બોલીવુડ(Bollywood)માંથી સૌ પહેલા અભિનેત્રી કંગના રનૌતે(Kangna Ranaut) કિશન ભરવાડ વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમદાવાદ(Ahmedabad) જિલ્લાના ધંધુકા(Dhandhuka)માં કિશન ભરવાડની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
જાણો શું કહ્યું કંગનાએ:
FB પોસ્ટ પર કિશન ભરવાડની હત્યા મસ્જિદ અને મૌલવી દ્વારા કરવામાં આવી હતી, કારણ કે તેઓને ભગવાનની પોસ્ટ પસંદ નથી. ભગવાનના નામ પર થતી હત્યાઓ રોકવાની જરૂર છે, આપણે કોઈ મધ્યયુગમાં જીવી રહ્યા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે. કિશન હજુ જ 27 વર્ષનો હતો અને તેની બે મહિનાની પુત્રી છે, તેને તેની પોસ્ટ ડિલીટ કરવા અને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું તેણે તે જ કર્યું છતાં તેને 4 માણસોએ ઘાતકી હત્યા કરી નાખી, તે શહીદથી ઓછો નથી. તે દરેકની આઝાદી માટે મૃત્યુ પામ્યો છે, આવા લોકો જ આ દેશને અફઘાનિસ્તાન બનતા રોકી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જોઈએ, ‘ઓમ શાંતિ’
જાણો શું છે ઘટના:
મંગળવારે કિશન ભરવાડ નામનો યુવક જૂના મકાન નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે બે અજાણ્યા શખ્સોએ આવીને ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન ગોળી વાગતા કિશનનું મોત થયું હતું. બનાવથી માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જોકે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકાલી લેવામાં આવ્યો હતો.
હત્યા કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ:
તાજેતરમાં જ રાજકોટ પોલીસે ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ એસઓજીએ અજીમ સમા નામના આરોપીની મિતાણા ગામેથી ધરપકડ કરી છે. આરોપીઓએ મૌલાનાને હથિયારો મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એસઓજીએ આરોપીને એટીએસને સોંપ્યો છે. મોરબીના બી ડીવીઝન પોલીસે ગત સાંજે અઝીમના ભાઈ વસીમની ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.