આ તે કેવો વિરોધ? મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન દરમિયાન કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે ગટગટાવી ઘેનની ગોળીઓ

જામનગર(Jamnagar)માં કોંગ્રેસ (Congress)મોંઘવારીને લઈને વિરોધપ્રદર્શન કરી રહ્યું હતું. જયારે ચાલી રહેલા વિરોધપ્રદર્શન દરમિયાન જામનગર મહાનગરપાલિકા(Corporation)નાં મહિલા કોંગ્રેસનાં કોર્પોરેટર રચનાબેન નંદાણિયા(Rachnaben Nandaniya) 9થી વધુ ઘેનની ગોળી…

જામનગર(Jamnagar)માં કોંગ્રેસ (Congress)મોંઘવારીને લઈને વિરોધપ્રદર્શન કરી રહ્યું હતું. જયારે ચાલી રહેલા વિરોધપ્રદર્શન દરમિયાન જામનગર મહાનગરપાલિકા(Corporation)નાં મહિલા કોંગ્રેસનાં કોર્પોરેટર રચનાબેન નંદાણિયા(Rachnaben Nandaniya) 9થી વધુ ઘેનની ગોળી ગટગટાવી ગયા હતા. જેના કારણે તેમની તબિયત લથડાઈ ગઈ હતી અને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલ(GG Hospital)માં લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન વિપક્ષી નેતા સહિત કોંગ્રેસના આગેવાનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા.

સતત બીજા દિવસે પણ કોંગ્રેસ કરી રહ્યું છે વિરોધપ્રદર્શન:
કોંગ્રેસ દ્વારા જામનગર સહિત રાજ્યભરમાં વધતી જતી મોંઘવારી અંગે વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. સતત બીજા દિવસે પણ કોંગ્રેસ દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું.

વિરોધપ્રદર્શનમાં જોડાયા કોંગ્રેસના અનેક કાર્યકરો: 
મળતી માહિતી અનુસાર ચાલી રહેલા વિરોધપ્રદર્શન દરમિયાન જામનગર મહાનગરપાલિકાનાં મહિલા કોંગ્રેસનાં કોર્પોરેટર રચનાબેન નંદાણિયા 9થી વધુ ઘેનની ગોળી ગટગટાવી ગયા હતા. જયારે કોંગ્રેસનાં કોર્પોરેટર રચનાબેન નંદાણિયાને તાત્કાલિકપણે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, જામનગર શહેર કોંગ્રેસ-પ્રમુખ દિગુભા જાડેજા સહિતનાઓ વિરોધપ્રદર્શનમાં જોડાયા હતા.

કોંગ્રેસ-પ્રમુખે ગોળીઓ ગટગટાવા પાછળ અંગત કારણ જણાવ્યું: 
કોર્પોરેટર રચના નંદાણિયાના ઘેનની ગોળીઓ ગટગટાવવા પાછળ શહેર પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસી મહિલા કોર્પોરેટરે વિરોધપ્રદર્શન દરમિયાન પોતાના અંગત કારણસર ચાલી રહેલા વિરોધપ્રદર્શન દરમિયાન ઘેનની દવાઓ ગટગટાવી ગયા હતા. આ દરમિયાન શહેર કોંગ્રેસ-પ્રમુખે એમાંથી હાથ ખંખેરી લીધા હતા અને તેમનો અંગત મામલો દર્શાવી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *