માત્ર 22 વર્ષની ઉંમરે દીકરીએ અભ્યાસ પૂરો કરી, એમેઝોનમાં શરુ કરી નોકરી- એક દિવસની કમાણી છે 41 હાજર રૂપિયા અને વર્ષે…

આજકાલની છોકરીઓ પણ છોકરાઓની બરાબરી કરતી દેખાય રહી છે. ત્યારે એવી જ એક દીકરી છે જે આજે એમેઝોન(Amazon)થી કરોડો રૂપિયા કમાઈ રહી છે. આ છોકરીનું…

આજકાલની છોકરીઓ પણ છોકરાઓની બરાબરી કરતી દેખાય રહી છે. ત્યારે એવી જ એક દીકરી છે જે આજે એમેઝોન(Amazon)થી કરોડો રૂપિયા કમાઈ રહી છે. આ છોકરીનું નામ દિવ્યા સૈની(Divya Saini) છે. દિવ્યા સૈની માત્ર 23 વર્ષીય છે. જયારે જાણવા મળ્યું છે કે આ દીકરી દરરોજના 41 હજાર રૂપિયાની કમાણી કરી રહી છે.

જયારે દિવ્યા સૈનીના માતા પિતા તેની દીકરીની આ પ્રગતિ જોઈને ખુબ જ ખુશ છે. દિવ્યા સૈનીના પિતાનું નામ સંવરમલ સૈની છે. દિવ્યા સૈનીના પિતાનું કહેવું છે કે, તેમની દીકરી દિવ્યા સૈની એમેઝોન કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયરની પોસ્ટ પર કામ કરી રહી છે. આ દરમિયાન દિવ્યા સૈનીને દર વર્ષે દોઢ કરોડ રૂપિયા મળી રહ્યા છે.

જયારે વધુમાં જાણવા મળ્યું છે કે દિવ્યા સૈની હાલ અમેરિકાના સીએટલમાં એમેઝોનની ઓફિસમાં કામ કરી રહી છે. દિવ્યા સૈનીના પિતાએ વધુમાં જણાવ્યું છે કે દિવ્યા સૈનીને તેનો બાકીનો અભ્યાસ એનઆઈટી પટનામાં કર્યો છે. દિવ્યાને દસમા ધોરણમાં 77 ટકા અને બારમા ધોરણમાં 83 ટકા આવ્યા હતા. અભ્યાસ પૂરો થતા જ દિવ્યાને આ નોકરી મળી હતી.

મળતી માહિતી અનુસાર, દિવ્યા સૈનીએ આ નોકરી હૈદરાબાદમાં એમેઝોન કંપનીમાં 29 લાખના વાર્ષિક પેકેજ રૂપે મળી હતી. જ્યાર બાદ દિવ્યા સૈનીની ડાયરેક્ટ પસંદગી અમેરિકાની સીએટલમાં એમેઝોનની ઓફિસમાં કરવામાં આવી હતી. દિવ્યા સૈનીને પસંદ કરેલ અમેરિકાની સીએટલમાં એમેઝોનની ઓફિસમાં તેને વર્ષે દોઢ કરોડ લેખે પેકેજ આપવામાં આવ્યું હતું. વર્ષે દોઢ કરોડ એટલે દરરોજ 41 હજાર રૂપિયાની ચોખ્ખી કમાણી.

જયારે દિવ્યા સૈનીની આ સફળતા જોતા દિવ્યા સૈનીના માતા પિતા દીકરીની સફળતાથી ખુબ ખુશ થયા હતા. જયારે કહેવાય રહ્યું છે કે, દિવ્યા સૈનીનો ભાઈ પણ અભ્યાસમાં હોશિયાર છે જેથી તે પણ અત્યારે નોકરી કરે છે. ભાઈ બહેન બંને આટલા હોશિયાર હોવાથી માતા પિતા સહીત સબંધીઓ અને પડોશીઓ પણ ગર્વ અનુભવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *