કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં ભારે આંતક મચાવ્યો છે. ત્યારે હજુ પણ કેટલાક દર્દીઓ બેડ અને ઓક્સિજન જેવી સુવિધાઓના અભાવને કારણે મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે પીએમ કેર ફંડમાંથી મળેલા વેન્ટિલેટર હજુ સુધી શરૂ જ નથી કરવામાં આવ્યા અને બીજી બાજુ દેશમાં વેન્ટિલેટરના અભાવના કારણે કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
બિહારના દરભંગામાં કોવિડ-19ના વિરૂદ્ધના જંગમાં PM Cares ફંડ દ્વારા આપવામાં આવેલા વેન્ટિલેટર્સ હજુ ધૂળ ખાઈ રહ્યા છે. અંદાજે ૯ મહિના પહેલા ડીએમસીએચને PM Cares ફંડ દ્વારા આઈસીયુ સેટઅપ સહિત 25 વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા પરંતુ તેનો ઉપયોગ હજુ સુધી કરવામાં આવ્યો નથી. લોકો દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે કે આખરે આ વેન્ટિલેટરને શરૂ કેમ નથી કરવામાં આવ્યા ? ડીએમસીએચના અધીયક્ષ ડો. મણિ ભૂષણ શર્મા દ્વારા કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલને સંપૂર્ણ આઈસીયુ સેટઅપ અને વેન્ટિલેટરનો ઉપયોગ કરવા માટે તૈયાર કરી લેવામાં આવ્યા છે. પરંતુ વારંવાર ડ્રાય રનમાં ફેઈલ થવાને કારણે આઇસીયુ અને વેન્ટિલેટર્સનો ઉપયોગ શરૂ નથી થઇ શક્યો.
ડીએમસીએચના મેડિકલ સુપરિટેન્ડન્ટ ડો. મણિ ભૂષણા શર્મા દ્વારા કહેવામાં આવ્યું છે કે, બિહારના દરભંગામાં નર્સિંગ કોલેજને કોરોના હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. જેને લીધે વાયરિંગનું સંપૂર્ણ સેટઅપ લગાવવું પડ્યું હતું. સાથે ત્યાં ઓક્સિજનનો નવો પ્લાન્ટ પણ શરુ કરવામાં આવ્યો છે. અમારા દ્વારા આ વેન્ટિલેટરને ચાલુ કરવા માટે ડ્રાય રન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું. આજે અથવા તો આવતીકાલે અમે આ વેન્ટિલેટરને ચાલુ જરૂરથી કરી દઈશું.
ડીએમસીએચના મેડિકલ સુપરિટેન્ડન્ટ ડો. મણિ ભૂષણા શર્મા દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે ડ્રાય રનમાં સફળ થઇ ચુક્યા છીએ. પરંતુ કોઈ પણ દર્દી માટે તે ખતરનાક સાબિત થઇ શકે છે. અમે સંપૂર્ણ ખાતરી કાર્ય પછી જ દર્દીને લઇ જશું. અમારી પાસે કુલ ૨૫ વેન્ટીલેટર છે જે ઉપયોગ માટે તૈયાર છે.
બિહારના દરભંગાના બીજેપીના ધારાસભ્ય સંજય સરાઓગીએ આઈસીયુ અને વેન્ટિલેટરનો સમયસર ઉપયોગ અને શરૂઆત ન થવાને લઈને ડીએમસીએચ પ્રશાસનને જવાબદાર ઠેરવ્યું છે. સાથે તેમણે કહ્યું છે કે ઓક્સિજનની ભારે અછતના કારણે વેન્ટિલેટર ઉપયોગ નથી થઈ શકતો. અમારા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પ્રાઈવસી એજન્સીને જોઈને વેન્ટિલેટરને ચાલુ કરવામાં આવે.
નોંધનીય છે કે છેલ્લા ૮ કે ૯ મહિનાથી PM Cares ફંડમાંથી 25 વેન્ટિલેટર સહિત આઈસીયૂનું સંપૂર્ણ સેટઅપ આવ્યું હતું. પરંતુ ઓક્સિજનની ભારે અછતને કરને તેમનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો નથી. બીજેપી ધારાસભ્ય સંજય સરાવગીએ કહ્યું કે તંત્રએ સંપૂર્ણ મામલાને ઝડપી બનાવ્યો છે અને થોડાક જ સમયમાં વેન્ટિલેટરનો ઉપયોગ પણ શરૂ થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.