હાલમાં ચાલી રહેલી કોરોનાકાળ વચ્ચે મહેસાણા જીલ્લામાં છેલ્લાં કેટલાક દિવસથી પડતરની માંગણીને લઇ હડતાલ પર ઉતરેલાં નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે જાણવા મળ્યું છે કે, મહેસાણા જીલ્લાના 10 પોલીસ સ્ટેશનોમાં આરોગ્ય કર્મચારીઓ વિરુદ્ધ કોરોના મહામારી સાથે વાવાઝોડાની સ્થિતિમાં ફરજ પર હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો હોવા છતાં ગેરહાજર રહેતાં ફરીયાદ નોંધાઇ છે.
ખેરાલુ પોલીસ મથકે આ લોકો સામે નોંધાઇ ફરીયાદ-
મહેસાણા જીલ્લા પંચાયતના 11 આરોગ્ય કર્મચારીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત મહેસાણા જીલ્લામાં હડતાળ પર ઉતરેલાં કુલ 205 કર્મીઓ સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
કડી પોલીસ મથકે આ લોકો સામે નોંધાઇ ફરીયાદ-
મહેસાણા જીલ્લાના વિસનગર, કડી, ઊંઝા, વિજાપુર, બેચરાજી, જોટાણા, સતલાસણા, વડનગર અને ખેરાલુમાં કુલ 194 આરોગ્ય કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
સતલાસણા પોલીસ મથકે આ લોકો સામે નોંધાઇ ફરીયાદ-
આ ઉપરાંત NHMના કર્મચારીઓ દ્વારા વેતન સહિતના મુદ્દે તા.15 મેથી હડતાળ પર ઉતર્યા હતા.
સાંથલ પોલીસ મથકે આ લોકો સામે નોંધાઇ ફરીયાદ-
સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોના મહામારી અને વાવાઝોડાની કપરી સ્થિતિમાં હુકમ કરવા છતાં ફરજ પર હાજર ન રહેવાના કારણે જિલ્લાના 205 કર્મચારીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
વડનગર પોલીસ મથકે આ લોકો સામે નોંધાઇ ફરીયાદ-
જેમાં આરોગ્ય કર્મચારીઓ સામે આાઇપીસી 188, મહામારી અધિનિયમ 1897ની કલમ 3 મુજબ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51(એ), 51(b), 56, 56 (એન,એસ) અંતર્ગત ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઊંઝા પોલીસ મથકે આ લોકો સામે નોંધાઇ ફરીયાદ-
આ તરફ કોરોના કહેર વચ્ચે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા તેમને ફરજ પર હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો હતો. આ તરફ કર્મચારીઓ પોતાની માંગ પર અડગ હોઇ કર્મીઓ ફરજ પર હાજર ન થતાં તેમની વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
વિજાપુર પોલીસ મથકે આ લોકો સામે નોંધાઇ ફરીયાદ-
આ પોલીસ સ્ટેશનમાં આટલા કર્મચારીઓ સામે ફરીયાદ દાખલ:
સાંથલ પોલીસ સ્ટેશન: 8
કડી પોલીસ સ્ટેશન: 24
બેચરાજી પોલીસ સ્ટેશન: 15
વિજાપુર પોલીસ સ્ટેશન: 31
ખેરાલુ પોલીસ સ્ટેશન: 22
સતલાસણા પોલીસ સ્ટેશન: 14
મહેસાણા એ ડીવીઝન: 11
વિસનગર પોલીસ સ્ટેશન: 33
ઊંઝા પોલીસ સ્ટેશન: 26
વડનગર પોલીસ સ્ટેશન: 21
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.