સુરત(Surat): શહેરમાં ચોરીની ઘટનાઓ દિવસને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વેસુ (Vesu)ના વ્રજભૂમિ બંગ્લોઝમાં રહેતા નિવૃત્ત મામલતદારને ત્યાં ઘરઘાટી તરીકે આવેલી બે મહિલાએ કામના પહેલા જ દિવસે ઘરની સાફ-સફાઈની સાથે લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી આ બંને મહિલાઓ ચોરી કરીને ફરાર થતી સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે જેને પગલે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે
ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો નિવૃત્ત મામલતદાર વસંત નાથુભાઈ પટેલ વેસુ ગામ સ્થિત સિદ્ધિવિનાયક મંદિર સામે વ્રજભૂમિ બંગ્લોઝમાં રહે છે આ દરમિયાન સવારે 9:00 વાગે આસપાસ બે મહિલાઓ કામકાજની શોધમાં તેમના ઘરે આવી પહોંચી હતી આ અજાણી મહિલાઓએ વસંતભાઈની પત્ની જયાબેનને જણાવ્યું હતું કે અમે ઘરકામ કરીએ છીએ તમારા ઘરનું કામ સારી રીતે કરીશું તેમજ અમારું કામ જોયા પછી જ તમે અમને કામ પર રાખશો તેવું જણાવ્યું હતું
સાથે જ એક મહિલાએ પોતાનું નામ ગીતા તેમજ બીજી મહિલાએ પૂનમ હોવાનું કહ્યું હતું તેથી જયાબેન ને બંને મહિલાઓને પોતાના ઘરની સાફ સફાઈ કરવાનું કામ સોંપ્યું હતું ત્યારે બંને મહિલાઓએ ઘરની સાફ સફાઈ કર્યા બાદ સાત લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી હતી
આ પછી જયાબેનની જૂની કામવાળીઓ ચંદાબેન તેમજ ગીતાબેન કામ કરવા માટે આવી ગયા હતા તેથી બંને અજાણી મહિલાઓ રાત્રે જ ત્યાંથી નીકળી ગઈ હતી ત્યારબાદ જયા બહેને તેમના બેડરૂમના કબાટ ખુલ્લા જોયા હતા. તેમાં જોયું તો બધા જ દાગીના ગુમ થઈ ગયા હતા આ દાગીના ની કિંમત કુલ 7.80 લાખ હોવાનું કહેવામાં આવી રહ્યું છે
લાખો રૂપિયાની ચોરી થઈ જતા પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેને પગલે પોલીસ તાત્કાલિક પણે દોડી ગઈ હતી સાથે જ ત્યાં લાગેલા સીસીટીવી પણ ચેક કર્યા હતા. જેમાં ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે બંને મહિલાઓ ચોરી કરીને ફરાર થઈ હતી. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી બંને મહિલાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.