ભાવનગરમાં લગ્નના દિવસે જ દુલ્હનની ચિરવિદાય, જાન પાછી ન જાય તે માટે માલધારી સમાજે લીધો એવો નિર્ણય કે…

હાલ એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં લગ્નના માંડવે જ દુલ્હનને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. લગ્નના શુભ પ્રસંગમાં દુલ્હનનું જ મૃત્યુ થતા માતમ છવાઈ ગયો હતો. આવી સ્થિતિમાં દીકરીના પિતા દ્વારા એક ખૂબ જ અનોખો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો ચાલો ઘટના વિશે વિગતવાર જાણીએ….

મળતી માહિતી અનુસાર ભરવાડ પરિવારના ઝીણાભાઈ ભગાભાઈ રાઠોડ ભાવનગરના સુભાષનગર વિસ્તારના રહેવાસી છે. તેમની દીકરીના લગ્ન હોવાથી ઘરનું વાતાવરણ લગ્નના ગીતોથી ગુંજી રહ્યું હતું. સાથે જ દરેક મહેમાનો પણ આ શુભ પ્રસંગમાં આવી પહોંચ્યા હતા. જાન પણ લગ્ન મંડપે આવી પહોંચી હતી.

આ દરમિયાન અચાનક જ દીકરી હેતલને ચક્કર આવતા તે બેભાન થઈ ઢળી પડી હતી. જેને પગલે તાત્કાલિક પણે 108 ને જાણ કરવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલ ખસેડ્યા બાદ હેતલનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું.

જેને પગલે જે ઘરમાં લગ્નની શરણાઈઓ ગુંજી રહી હતી ત્યાં મરશિયા ગાવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન દીકરીના લગ્ન માટે આવેલી જાન માંડવેથી પાછી ન ફરે તે માટે દીકરીના પિતા દ્વારા એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેમાં એક દીકરીનું મૃત્યુ થતાં પોતાની બીજી દીકરીને લગ્ન મંડપમાં બેસાડી દીધી હતી. ત્યારે લગ્ન દરમિયાન દીકરીનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો.

આ દરમિયાન સૌ કોઈએ ભીની આંખે આ લગ્નમાં હાજરી આપી હતી. દીકરીના પિતા દ્વારા આ નિર્ણય કરાતા તેઓએ સમાજમાં એક અનોખો દાખલો બેસાડ્યો છે. સાથે જ જે દીકરીના લગ્ન હતા તેની જ અંતિમ યાત્રા કાઢવામાં આવતા પરિવાર મહેમાનો તેમજ પાડોશીઓ પણ પોતાની વેદનાને રોકી શક્યા ન હતા. સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *