આ તારીખે આવશે પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત, યોજાશે ભવ્ય કાર્યક્રમ?

આવનારી 31 ઓક્ટોબરના દિવસે પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાત લેશે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ઓક્ટોબર મહિનાની 31મી તારીખના…

આવનારી 31 ઓક્ટોબરના દિવસે પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાત લેશે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ઓક્ટોબર મહિનાની 31મી તારીખના રોજ PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવશે. 31 ઓકટોબરના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવા પ્રધાનમંત્રી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની મુલાકાતે આવશે.

સાથોસાથ તમને જણાવી દઈએ કે 31 ઓક્ટોબરના દિવસે સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મદિન છે, અને સરદાર પટેલના જન્મદિનને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જેને ઉજવવા માટે પ્રધાનમંત્રી 31 ઓકટોબરના રોજ “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની મુલાકાતે આવવાના છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સરદાર પટેલની મૂર્તિનું પદ પૂજન કરશે.

આવનારા 31 ઓકટોબરના રોજ, કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવાનું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર તારીખ 19-08-2020ના રોજ 15:00 કલાકે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને, કમિટી રૂમ, મુખ્ય સચિવના કાર્યાલય ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, સદર મીટીંગમાં ઘણા મુદ્દાઓ અંગે ચર્ચા થઇ શકે છે. જેમાં પહેલો છે, કોરોનાની પરિસ્થતિને ધ્યાનને લેતા કાર્યક્રમનો વ્યાપ અને બીજો, લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમીફોર એડમિનિસ્ટ્રેશનના તાલીમાર્થીઓ અંગેનો કાર્યક્રમ અને છેલ્લો મુદ્દો, તારીખ 31-10-2020 ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસના સૂચિત કાર્યક્રમના મુદ્દાઓ અંગેની વાતચીત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *