ભરૂચ(ગુજરાત): એક ગાય ઝાડેશ્વર મંદિર પાસે આવેલા ગાયત્રી મંદિરના નદી કિનારે ફરતી હતી. ત્યારે અચાનક ગાય નદીના કાદવમાં ફસાઈ ગઈ હતી. ગાયએ બહાર નીકળવા માટે ઘણું જોર લગાવ્યું હતું પરંતુ તે બહાર નીકળી શકી ન હતી. તેથી તે થાકી બેસી ગઈ હતી.
જયારે આસપાસના લોકોને સમગ્ર મામલે જાણ થઇ ત્યારે લોકોએ જીવદયાપ્રેમી સંસ્થા નેચેર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
માહિતી મળતાની સાથે જ બંને ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ જીવદયાપ્રેમી સંસ્થા અને ફાયર બ્રિગેડ ગાયનું રેસ્ક્યુની કામગીરી શરુ કરવામાં આવી હતી. અંદાજિત દોઢ કલાકની ભારે જહેમત બાદ ગાયને સહીસલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી. સ્થાનિક લોકો ગાયને સલામત રીતે બહાર જોઇને ખુબ ખુશ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.