પાકિસ્તાનની વારંવાર નાપાક હરકતોથી ભારતીય સેના એકપછીએક તેના સિંહ જવાનો ગુમાવી રહી છે

પાકિસ્તાને ફરી એકવાર બોર્ડર પર ફાયરિંગ કર્યું છે. જેમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના રાજૌરીના માંજકોટ વિસ્તારની છે. ગઈકાલે રાત્રે પાકિસ્તાન તરફથી જોરદાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય એક સ્થાનિક વ્યક્તિ પણ ગોળીબારમાં ઘાયલ થયો હતો. પાકિસ્તાની સેના છેલ્લા કેટલાક સમયથી નિયંત્રણ રેખાની બાજુમાં ફાયરિંગ કરી રહી છે. ભારતીય સેના પણ આનો યોગ્ય જવાબ આપી રહી છે.

પાકિસ્તાને ફરી એકવાર બોર્ડર પર સીજફાયરનો ભંગ કર્યો હતો અને ગોળીબાર કર્યો હતો. તેમણે ગઈ રાતે માંજકોટ વિસ્તારમાં સવારે 10:20 વાગ્યે, કેરી વિસ્તારમાં 10:40 વાગ્યે અને બાલાકોટ વિસ્તારમાં 10:30 વાગ્યે અને કરોલ મૈત્રા વિસ્તારમાં સવારે 10.50 વાગ્યે ફાયરિંગ થયું હતું. પાકિસ્તાની સેનાએ કરેલા ગોળીબારમાં ભારતીય સેનાના જવાન હરચરણ સિંહ શહીદ થયા હતા.

રાજૌરી જિલ્લાના માંજકોટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક સામાન્ય માણસ પણ ઘાયલ થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ડૉક્ટરનું કહેવું છે કે, ‘તેને તેના જમણા હાથમાં ઈજા છે. અમે એક્સ-રે કાર્ય પછી સારવાર કરી છે. હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

નિયંત્રણ રેખા ઉપર સીજફાયરના ભંગના કારણે સ્થાનિક વિસ્તારોમાં ગભરાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એક અહેવાલ મુજબ, ગોળીબાર સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહ્યો. આવી સ્થિતિમાં સેનાએ લોકોને પણ જાગૃત રહેવા જણાવ્યું છે. પાકિસ્તાને આ વર્ષે નિયંત્રણ રેખા તેમજ આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ઘણીવખત સીજફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત, ગુરુવારે ભારતીય સેનાએ POKમાં LOCને અડીને 10 પાકિસ્તાની સૈન્ય ચોકીઓને નષ્ટ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *