નવસારી: ટાયર ફાટતાં કાર ડિવાઈડર કુદાવીને રોંગ સઈડમાં ઘૂસી જતાં બીજી કાર સાથે અથડાતા સર્જાયો જીવલેણ અકસ્માત

રાજ્યમાંથી અવારનવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ઘણીવાર તો અકસ્માત તો એટલાં ભયંકર હોય છે કે, જેને કારણે અનેક લોકોને પોતાનો તથા પોતાના…

રાજ્યમાંથી અવારનવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ઘણીવાર તો અકસ્માત તો એટલાં ભયંકર હોય છે કે, જેને કારણે અનેક લોકોને પોતાનો તથા પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના રાજ્યમાં આવેલ નવસારી જીલ્લામાંથી સામે આવી રહી છે.

નવસારી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચીખલી તાલુકાના આલીપોર હાઈવે નજીક ઓવરબ્રિજ અકસ્માત સર્જાયો છે. જેમાં વલસાડથી સુરત તરફ જઈ રહેલ હોન્ડા સિટી કારનું ટાયર ફાટ્યું હતું. જેને કારણે કાર મુંબઈ અમદાવાદનો ટ્રેક કુદાવીને સામેની સાઈડ જતી રહી હતી.

અમદાવાદ મુંબઈ ટ્રેક પર ફંગોળાયેલી કાર સામેથી આવી રહેલ કાર સાથે અથડાઈ હતી. જેને કારણે કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જ્યારે બીજા કુલ 3 લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

વલસાડથી વડોદરા તરફ જઈ રહેલ સર્જાયો અકસ્માત :
નવસારી જિલ્લાના ચીખલી તાલુકા નજીક આવેલ આલીપોર હાઇવે નજીક ઓવરબ્રિજ પાસેથી વલસાડથી સુરત તરફ જઈ રહેલ મૂળ વલસાડના ખુશાલભાઈ ભારતીની હોન્ડાસિટી કારનું ટાયર ફાટી જતા મુંબઈ અમદાવાદનો ટ્રેક કુદાવીને કાર અમદાવાદ મુંબઈ ટ્રેક પર ફંગોળાઈ હતી.

જેને કારણે સામેથી આવી રહેલ કાર કે, જેમાં મૂળ વલસાડના તથા વડોદરાની IPCL કંપનીમાં ફરજ બજાવી રહેલ 55 વર્ષનાં પ્રકાશભાઈ છોવાડા સહિત પરિવાર સવાર હતાં. જેમાં ઘટનાસ્થળ પર જ પ્રકાશભાઈનું કમકમાટીભર્યું મોત થયું હતું.

અકસ્માત સર્જાતાં સ્થાનિકો દોડી આવ્યા :
બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં સ્થાનિકો દોડી આવ્યા હતાં. આની સાથે જ ઘાયલ લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. ઈજાગ્રસ્ત લોકોને આલીપોરની હોસ્પિટલમાં આગળની સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે. અકસ્માતમાં મોતને ભેટનાર પ્રકાશભાઈ છોવાડાં તથા પત્ની ભારતી સહિત પુત્ર મયુર કારમાં સવાર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *