સૌરાષ્ટ્રમાં જળબંબાકાર: ગોંડલ નદી પર પાણીના વહેણમાં તણાયો છકડો- ચાલકને થયા યમરાજના દર્શન

રાજકોટ(ગુજરાત): સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. તે દરમિયાન રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેને કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાયા…

રાજકોટ(ગુજરાત): સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. તે દરમિયાન રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેને કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હાલ ગોંડલની ગોળી નદી પરથી પસાર થતી એક છકડો રીક્ષા તણાઈ ગયાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં રીક્ષા તણાતાં તરત રીક્ષા ચાલક જીવ બચાવીની ત્યાંથી ભાગ્યો હતો. બીજી તરફ ધોરાજી અને ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા વિઝીબિલિટી ઘટતા વાહનો ચાલકોએ હેડ લાઇટ શરૂ કરવાનો વારો આવ્યો હતો.

હાલ રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે. આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ કહ્યું હતું કે, સારો વરસાદ પડતા આજી, ન્યારી અને ભાદર ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. રાજકોટના જીવાદોરી સમાન આજીડેમમાં 15 માર્ચ, 2022 સુધી ચાલે એટલો 970 MCFT પાણીનો જથ્થો, ન્યારી 30 એપ્રિલ, 2022 સુધી ચાલે એટલો 1250 MCFT કરતા વધુ પાણીનો જથ્થો અને ભાદર ડેમમાં 31 જુલાઈ, 2022 સુધી ચાલે એટલો 6500 MCFT પાણીનો જથ્થો જોવા મળ્યો છે.

આજે સવારથી રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. તે દરમિયાન અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ધોધમાર વરસાદ શરુ થયો હતો. રાજકોટ શહેરના મુખ્ય માર્ગ યાજ્ઞિક રોડ, રેસકોર્સ રીંગ રોડ, 150 ફૂટ રીંગ રોડ, જામનગર રોડ, બજરંગવાડી, એરપોર્ટ રોડ, ગાંધીગ્રામ સહિતના વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા છે.

ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધીને મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર તેમજ આગામી 24 કલાકમાં ગુજરાત સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને લીધે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા સાથે હળવોથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

આ પહેલા ગુરુવારે સાંજે 5.00 કલાક સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 13 મીમી વરસાદ, વેસ્ટ ઝોનમાં 11 મીમી અને ઈસ્ટ ઝોનમાં 20 મીમી વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ વરસાદ શરૂ રહેતા સાંજના 6.00 સુધીમાં અનુક્રમે 6 મીમી, 5 મીમી અને 24 મીમી વરસાદ પડ્યો હતો. આ સાથે વિસ્તારમાં સિઝનનો કુલ વરસાદ જોઈએ તો સેન્ટ્રલ ઝોનમાં 1147 મીમી, વેસ્ટ ઝોનમાં 1115 મીમી અને ઈસ્ટ ઝોનમાં 1062 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *