હાથમાં ફોન હતો અને અચાનક થયો મોટો ઘડાકો, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો

અમરેલી(ગુજરાત): અવારનવાર મોબાઈક ફટવાના ઘટના બનાવો જોવા મળ્યા છે. અમરેલીના છતડિયા ગામના માવજીભાઈ ભીખાભાઇ કવાડ નામની વ્યક્તિ ઘરે બેઠા હતા. તે દરમિયાન તેમના હાથમાં મોબાઈલ હતો. ત્યારે મોબાઈલ અચાનક ફાટતાં તેમને આંગળીઓમાં ઇજા પહોંચી હતી. આ સાથે મોટો અવાજ સાંભળીને પરિવાર એકત્ર થઇ ગયો હતો. આ ઘટના બાદ પરિવારજનો ચોકી ગયા હતા. સારવાર માટે ઇજાગ્રસ્ત માવજીભાઈ કવાડને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

આ મોબાઈલ ફાટ્યા બાદ થોડીવાર માટે પરિવારજનોમાં ચિંતા અને ડરનો માહોલ છવાય ગયો હતો. મોબાઈલ ફાટતાની સાથે જ તમામ સાધનસામગ્રી બહાર આવી ગઈ હતી. પરંતુ હજુ સુધી કયા કારણોસર મોબાઈલ ફાટ્યો એ સામે આવ્યું નથી.

અત્રે ઉલેખનીય છે કે, આવો જ એક બનાવ બુધવારે સવારે જુલાઈ મહિનામાં બહુચરાજી તાલુકાના છેટાસણા ગામે મોબાઈલને ચાર્જિંગમાં રાખીને વાત કરતી વખતે મોબાઇલ ધડાકા સાથે ફતવાથી કિશોરીનું મોત થયું હતું. આ ઘટનાથી ગ્રામજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. બુધવારે સવારે નવેક વાગે છેટાસણાના દેસાઇ શંભુભાઇ પ્રભાતભાઇની દીકરી શ્રદ્ધા ઘરના ઉપરના માળે રૂમમાં મોબાઈલને ચાર્જિંગમાં રાખી વાત કરી રહી હતી. તે સમયે અચાનક ધડાકાભેર મોબાઈલ ફાટ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *