મહેસાણા(ગુજરાત): શુક્રવારે વહેલી સવારે મહેસાણા-ઊંઝા હાઈવે પર કારના ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. કારના ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઇડ પર પલટી ખાઈ ગઇ હતી. આ અકસ્માતમાં એકનું મોત થયું હતું, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મુંબઈથી એક મુસ્લિમ પરિવાર અજમેર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેમણે અકસ્માત નડ્યો હતો. મુંબઈમાં વસવાટ કરતા મહંમદ નઝીરખાન, સમીર આમીન સિકલવાડ અને સાબીર અલી મશીહુદ્દીન કાર લઈને અજમેર જવા રવાના થયા હતા.
મોટીદાઉ પાસે શુક્રવારે વહેલી સવારે ડ્રાઈવરને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં પટકાઈ હતી. તેથી કારમાં સવાર 3 લોકો પૈકી સાબીરઅલી મશીહુદ્દીનનું મોત થયું હતું, જ્યારે બેને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા હતા. જ્યાં મૃતદેહનું પીએમ કરી અને ઈજાગ્રસ્તોને સારવાર આપી મુંબઈ માટે રવાના કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.