ઝડપની મજા મોતની સજા: ટ્રકને ટેકઓવર કરવામાં સર્જાયો ગંભીર અકસ્માત- એકનું ઘટના સ્થળે જ મોત, 4 ગંભીર

કન્નૌજ જિલ્લામાં લખનૌ આગ્રા એક્સપ્રેસ હાઈવે પર એક પાર્ક કરેલી કારને પાછળથી આવતો ઝડપી ટેમ્પો ઘૂસી ગયો હતો. જેમાં લગભગ 4 લોકો ઘાયલ થયા હતા,…

કન્નૌજ જિલ્લામાં લખનૌ આગ્રા એક્સપ્રેસ હાઈવે પર એક પાર્ક કરેલી કારને પાછળથી આવતો ઝડપી ટેમ્પો ઘૂસી ગયો હતો. જેમાં લગભગ 4 લોકો ઘાયલ થયા હતા, જયારે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, કાર સવાર લોકો રાજસ્થાનથી અયોધ્યા જઈ રહ્યા હતા.

કન્નૌજમાં લખનૌ આગ્રા એક્સપ્રેસ હાઈવે પર થાના તાલગ્રામ વિસ્તારના 167 કટ પર એક ભયાનક અકસ્માત થયો હતો. જ્યાં પાછળથી આવતા તેમ્પાએ પાર્ક કરેલી કારને અડફેટમાં લીધી હતી. અથડામણ થતાં જ સ્થળ પર ચ્ચાર મચી ગયો હતો. જેમાં 4 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

માહિતી મળતા જ UPD અને સ્થાનિક પોલીસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એકની હાલત વધુ નાજુક છે જયારે અન્યને સામાન્ય ઈજા પહોચી છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, કારમાં સવાર તમામ લોકો રાજસ્થાનથી અયોધ્યા જઈ રહ્યા હતા. આ દરમિયાન, આ અકસ્માત કન્નૌજ વિસ્તારમાં થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *