રામનવમી (Ramanavami)ની શોભાયાત્રા દરમિયાન દેશના છ રાજ્યો (States)માં ભારે હંગામો થયો હતો. ગુજરાત(Gujarat), ઝારખંડ(Jharkhand), પશ્ચિમ બંગાળ(West Bengal), કર્ણાટક(Karnataka) અને મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં બદમાશોએ શોભાયાત્રામાં પથ્થરમારો કર્યો હતો. આનાથી હિંસા ભડકી ઉઠી હતી. ગુજરાતમાં એકનું મોત થયું છે. દિલ્હી (Delhi)ના જેએનયુ કેમ્પસમાં પૂજા દરમિયાન નોન વેજ ખાવાને લઈને હંગામો થયો હતો. તોફાનીઓએ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
ગુજરાતના ત્રણ જિલ્લામાં હંગામો, એકનું મોત, અનેક ઘાયલ:
ગુજરાતના સાબરકાંઠા, આણંદ અને દ્વારકામાં બદમાશોએ ભારે હંગામો મચાવ્યો હતો. સાબરકાંઠામાં રામનવમી પર વિશ્વ હિન્દુ પરિષદની શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. અનેક વાહનો અને દુકાનોને આગ ચાંપવામાં આવી હતી. આણંદ જિલ્લામાં શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો થયા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. દ્વારકામાં પણ બદમાશોએ શોભાયાત્રાને નિશાન બનાવ્યું હતું. પોલીસે 15 થી વધુ લોકોની ધરપકડ કરી છે. ત્રણેય જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળઃ બાંકુરામાં શોભાયાત્રા પર પથ્થરમારો, કેન્દ્રીય મંત્રીની કાર પર પણ હુમલો:
ગુજરાત સિવાય પશ્ચિમ બંગાળના બાંકુરામાં પણ રામનવમીની શોભાયાત્રા દરમિયાન ભારે હંગામો થયો હતો. અહીં મચંતલા પેટ્રોલ પંપ ટર્ન પાસે આવેલી મસ્જિદની સામેથી નીકળતા જુલૂસ પર બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. સુભાષ સરકારે જણાવ્યું હતું કે “બાંકુરામાં રામ નવમીના સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તે રાજકીય રીતે કરવામાં આવ્યો હતો. તેઓએ મારી કાર પર પણ પથ્થરમારો કર્યો હતો. હું પોલીસને આરોપીઓની ઓળખ કરવા અને તેમની ધરપકડ કરવા અપીલ કરું છું.” તે પછી ફાટી નીકળેલી હિંસા રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઝારખંડ: સરઘસ પર પથ્થરમારો, ધારદાર હથિયારોથી હુમલો:
ઝારખંડના લોહરદગા જિલ્લાના હિરાહી ભોક્તા ગાર્ડન વિસ્તાર પાસે રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. શોભાયાત્રામાં સામેલ લોકો પર તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાંથી 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. સમગ્ર જિલ્લામાં તણાવનો માહોલ છે. પરિસ્થિતિને જોતા વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશ: ખરગોનમાં હંગામો, આગચંપી, ચાર મકાનો બળીને ખાખ:
મધ્યપ્રદેશના ખરગોનમાં પણ રામનવમી પર ભારે હંગામો થયો હતો. શહેરમાં આગ લાગી હતી, જેમાં ચાર મકાનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. રામ નવમીની યાત્રા હજુ શરૂ જ થઈ હતી ત્યાં, બદમાશોએ ડીજેને લઈને વિવાદ શરૂ કર્યો હતો. થોડી જ વારમાં પથ્થરમારો શરૂ થયો. આ પછી બંને પક્ષો એકબીજા સાથે સામસામે આવી ગયા હતા. બદમાશોના હુમલામાં એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ શીતલા માતાના મંદિરમાં પણ તોડફોડ કરી છે. હાલ પૂરતું, જિલ્લા પ્રશાસને તાલાબ ચોક, ગૌશાળા માર્ગ, મોતીપુરા, સ્ટેડિયમની પાછળ, ટાવર જેવા અનેક વિસ્તારમાં કર્ફ્યુ લાદી દીધો છે.
દિલ્હી: JNU કેમ્પસમાં હંગામો:
રામનવમી પર પૂજાને લઈને JNUમાં વિવાદ શરૂ થયો હતો. એબીવીપી અને ડાબેરી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. વાસ્તવમાં, કાવેરી હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓ રામનવમી પર પૂજા કરી રહ્યા હતા. આરોપ છે કે આ દરમિયાન ડાબેરી વિદ્યાર્થી નેતાઓએ રોજા ઈફ્તાર પાર્ટી શરૂ કરી હતી. નોન વેજ મંગાવી લીધું હતું. આના પર રામ નવમીની પૂજા કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. કહ્યું કે પૂજા દરમિયાન નોનવેજ લાવવું યોગ્ય નથી. આ પછી બંને પક્ષો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. હાલ JNU કેમ્પસમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
કર્ણાટક: શોભાયાત્રા પર પથ્થરમારો, તણાવ:
કર્ણાટકના કોલારમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. ગૃહમંત્રી અરગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે, પથ્થરમારા બાદ વાતાવરણ થોડું બગડ્યું હતું, પરંતુ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હવે તણાવને કાબૂમાં લેવા માટે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.