સોમનાથ નજીક યાત્રાળુ ભરેલ ટ્રાવેલ્‍સ બસ-રીક્ષા સામસામે ટકરાતા એકનું મોત, છ ઘાયલ

સોમનાથ(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી અકસ્માતના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન, દિવસભર ટ્રાફીકથી ઘમઘમતા રહેતા એવા વેરાવળ-સોમનાથ મુખ્‍ય રસ્‍તા પર શિવ પોલીસ ચોકી નજીક જ યાત્રાળુ ભરેલ સોમનાથ જઇ રહેલ ખાનગી ટ્રાવેલ્‍સ અને ઓટો રીક્ષા સામ સામે ટકરાતા રીક્ષામાં સવાર એક મુસાફરનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જયારે રીક્ષામાં સવાર છ મુસાફરો ઇજાગ્રસ્‍ત થયેલ હોવાથી તમામને સારવાર માટે જુદી-જુદી ખાનગી હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તે પૈકી બે ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્‍માતને પગલે સ્‍થળ પરથી નાસી છુટેલ ટ્રાવેલ્‍સના ચાલકને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસ હાથ ઘરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સવારે અગિયાર વાગ્‍યાના અરસામાં મુસાફરો ભરી સોમનાથથી વેરાવળ તરફ જઇ રહેલ ઓટો રીક્ષા શિવ પોલીસ ચોકીથી થોડે આગળ પહોચેલ તે સમયે સામેથી સોમનાથ જઇ રહેલ યાત્રાળુ ભરેલ ટ્રાવેલ્‍સ બસ નં. GJ 07 YZ 4145 હાજીપીરની દરગાહ નજીક પહોચ્યા તે દરમિયાન મુસાફર ભરેલ રીક્ષા અને ટ્રાવેલ્‍સ બસ સામ-સામે ટકરાતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. બસના આગળના મોરામાં રીક્ષા ટકરાઇ હોવાથી ભુક્કો બોલી ગયો હતો. રીક્ષામાં બેસેલ મુસ્‍તાકશા મહમદશા જલાલીનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતુ.

જયારે રીક્ષામાં સવાર ઇસ્‍માઇલ મીરઝા, મુમતાઝ અલ્‍તાફ, વાસંતીબેન ડોડીયા સહિત છ મુસાફરોને નાની-મોટી ઇજા થતા તાત્કાલિક સારવાર માટે જુદી-જુદી ખાનગી હોસ્‍પીટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં બે ઇજાગ્રસ્‍તોની સ્‍થ‍િતિ ગંભીર હોવાનું સામે આવ્યું હતું. આ અકસ્‍માતને પગલે વેરાવળ-સોમનાથ મુખ્‍ય રસ્‍તા પર થોડા સમય માટે ટ્રાફીક જામ થઇ ગયેલ હોવાની સાથે લોકોના ટોળા પણ એકઠા તહી ગયા હતા. અકસ્‍માતની જાણ થતા પોલીસની ટીમ પણ સ્‍થળ પર દોડી આવી હતી અને ભુક્કો બોલી ગયેલ રીક્ષાને સાઇડમાં ખસેડી અને ટ્રાવેલ્‍સ બસને પોલીસ સ્‍ટેશને લઇ જઇ ટ્રાફીક પૂર્વવ્રત કરાવવામાં આવ્યો હતો. આ અકસ્‍માત અંગે પોલીસ દ્વારા ફરીયાદ નોંઘી નાસી ગયેલ ટ્રાવેલ્‍સ બસના ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ઘરવામાં આવી છે.

અહી ઉલ્લેખનીય છે કે, એક તરફ વેરાવળને સોમનાથ સાથે જોડતો સાત કીમીનો મુખ્‍યમાર્ગ દિવસભર ટ્રાફીકથી ઘમઘમતો હોય છે. આ ઉપરાંત, બીજી બાજુ આ સાત કીમીના મુખ્‍ય માર્ગની બંન્‍ને બાજુ ઢેર-ઢેર મોટાપાયે ગેરકાયદેસર દબાણો ખડકાયેલા હોવાથી કાયમી ટ્રાફીક સમસ્‍યા રહે છે. આ દબાણો દુર કરી મુખ્‍ય રસ્‍તો પહોળો કરવા અનેકવાર તંત્રનું ઘ્‍યાન દોર્યુ હોવા છતાં કોઇ નકકર કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી અવાર-નવાર નાના-મોટા અકસ્‍માતો સર્જાતા રહે છે. જેમાં અનેકવાર લોકોને જીવ ગુમાવવાનો વારો આવેલ છે. આ દરમિયાન, હવે તંત્ર જાગી ગેરકાયદેસર ખડકાયેલા દબાણો ત્‍વરીત ખસેડી મુખ્‍ય માર્ગ પહોળો કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *