24 કલાકમાં ફરીવાર દહેજમાં થયો કેમિકલ બ્લાસ્ટ- 3 કિમી દુર સુધી બ્લાસ્ટને કારણે નુકસાન

દહેજ ની યશશ્વી રસાયણ કંપની માં વહેલી સવારે ફરી ધડાકા અને આગની ઘટના સામે આવી છે. ટેન્ક ફાર્મ માં નાયટ્રીક એસિડ ની ટેન્ક લીકેજ ને કારણે થઈ ઘટના. ફાયર ફાયટરો આગ બુઝાવવાના કામે લાગ્યા હોવાની વાત સુત્રો પાસેથી મળી રહી છે. આ ધડાકાની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે યશસસ્વી રસાયણ થી 3 KM દૂર આવેલી કંપની (કોરોમાન્ડલ કંપની)ના મેડિકલ સેન્ટર (occupational health center)ની સીલીંગ પણ નીચે તૂટી પડી હતી.

દહેજ ની યશસ્વી રસાયણ કંપની માં આજે તા.3 જૂને થયેલ બ્લાસ્ટ અને ફાયરની ઘટના માં 8 કામદારો એ જીવ ગુમાવ્યા છે અને 52 લોકો સારવાર હેઠળ છે. કમનસીબી તો એ છે કે મૃતક કામદારો પૈકી 2 ની લાશ પણ ઓળખી શકાય નથી.

ડિરેકટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ વિભાગ ના પ્રારંભિક તપાસ માં ધડાકા અને આગ નું કારણ એ સોલ્વન્ટ ટેન્ક ફાર્મમાં સ્ટોરેજ ઓર્થો ડાઈ ક્લોરો ઓર્થો બેંઝીન ODCB ની ટેન્કમાં પ્રેસર વધવાને કારણે આ ખતરનાક કેમિકલ માં બ્લાસ્ટ થયો અને 30 કી. મિ સુધી છેક ભાવનગર ના ઘોઘા સુધી આ ધડાકા નો અવાજ સંભળાયો હતો.

ભરૂચ નજીક દહેજમાં મોટો કેમિકલ બ્લાસ્ટ- અગણિત જાનહાનીની ભીતિ- જુઓ વિડીયો

દહેજ SEZ 2 માં આવેલી અનેક કંપની ઓ માં પણ ધડાકાની અસરો વર્તાઈ હતી, બિલ્ડીંગ ના કાચ, કાર અને બસો ના કાચ તૂટી ગયા હતા અનેક કંપનીઓ ના શેડો ને પણ નુકસાન થયું હોવાનો અહેવાલ તંત્ર એ તૈયાર કર્યો છે.

જો કે આવી મોટી દુર્ઘટના એ શું કોઈ માનવ સર્જિત ક્ષતિ ને કારણે કે પછી ટેક્નિકલ ક્ષતિ ને કારણે બની છે તે તલસ્પર્શી તપાસનો વિષય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *