પ્રેમ પ્રકરણમાં વધુ એક હત્યા… રીબાઇ રીબાઇને મોતને ભેટ્યો યુવક- જાણો ક્યા બની ઘટના

ગઈકાલે દિલ્હીમાં બનેલી ઘટનાએ દેશભરમાં હાહાકાર મચાવી દીધો હતો. એક મુસ્લિમ યુવકે હિંદુ યુવતીના આરીથી કટકે કટકા કરી નાખ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં રોષ ફેલાઈ ગયો હતો. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણમાં આવી જ રીતે એક યુવકની હત્યા થઇ છે. યુવક સાથે લિવ-ઇનમાં રહેતી એક યુવતીના પૂર્વ પ્રેમીએ યુવકની હત્યા કરી હતી.

વાસ્તવમાં મનોજ નામના યુવક સાથે પ્રિયા લિવ-ઈનમાં રહેતી હતી. જોકે થોડા સમય પછી પ્રિયા તેને છોડીને મનીષ સાથે રહેવા લાગી હતી. આ વાતથી મનોજ ખુબ નારાજ હતો. ત્યારબાદ મનોજ લિવ-ઈન રિલેશનશિપમાં (Live-in relationship) રહેતા પ્રિયા અને મનીષને મળવા તેમના ફ્લેટ પર ગયો હતો. ત્યાં મનોજે મનીષને ગોળી મારી હતી, અને સારવાર દરમિયાન મનીષનું મોત થયું હતું.

હરિયાણાના રેવાડીમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીં લિવ-ઈન-રિલેશનશિપમાં રહેતા એક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. યુવક જેની સાથે લિવ-ઈનમાં રહેતો હતો તે યુવતીના પૂર્વ પ્રેમીએ આ ઘટનાને અંજામ આપી હતી. હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી મુજબ મનીષ રાજસ્થાનનો રહેવાસી છે. તે છેલ્લા કેટલાક સમયથી રેવાડી પ્રિયા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. મનીષ લગભગ 15 વર્ષ પહેલા પ્રિયા સાથે ધરુહેરામાં શિફ્ટ થયો હતો. પ્રિયાનો પૂર્વ બોયફ્રેન્ડ મનોજ મથુરાનો રહેવાસી છે. તે સોમવારે રાત્રે મનીષ અને પ્રિયાને તેમના રૂમમાં મળવા આવ્યો હતો. ત્યારબાદ ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન મનોજે બંદૂક કાઢી અને મનીષ પર ગોળીબાર કર્યો.

નજીકથી છોડવામાં આવેલી ગોળી મનીષને સીધી કાનમાં વાગી હતી. આ પછી આરોપી મનોજ તરત જ ત્યાંથી ભાગી ગયો હતો. પ્રિયાએ ઘટનાની જાણ મનીષના કાકાના પુત્ર સંતોષને કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા સંતોષે મનીષને ગંભીર હાલતમાંએક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો. મનીષની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેને બીજી મોટી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. આ પછી મનીષને સારવાર માટે જયપુર લઈ જવામાં આવ્યો હતો. જોકે, વધુ પડતું લોહી વહી જવાને કારણે મનીષે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે પ્રિયા અગાઉ મનોજ સાથે હતી. બંને લિવ-ઈનમાં રહેતા હતા. ત્યારબાદ મનોજને છોડીને પ્રિયાએ મનીષ સાથે લિવ-ઈન શરૂ કર્યું હતું અને તે બંને રેવાડી શિફ્ટ થયા હતા. આ અંગેની માહિતી આરોપી મનોજને હતી. તેણે બંનેને વાત કરવા માટે મળવાનું કહ્યું. ત્યારબાદ ફ્લેટમાં જઈને મનીષને ગોળી મારી દીધી હતી. પોલીસે મનોજ સામે હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *