મોટી દુર્ઘટના- પથ્થરની ખાણ ધસી પડતા ૧૧ શ્રમિકોએ ગુમાવ્યો જીવ ‘ઓમ શાંતિ’

મિઝોરમ(Mizoram)ના હંથિયાલ(Hnahthial) જિલ્લામાં પથ્થરની ખાણ ધરાશાયી થતાં આઠ કામદારોના મોત થયા હતા. આ ઘટના સોમવારે બપોરે 3 વાગ્યાની આસપાસ હંથિયાલ જિલ્લાના મૌદરહ(Maudarh) વિસ્તારમાં બની હતી. હંથિયાલ જિલ્લાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે હંથિયાલ જિલ્લામાં પથ્થરની ખાણ ધરાશાયી થતાં 15-20 મજૂરો ફસાયા હતા, જેમાંથી 11 લોકોના મૃત(11 people dead)દેહ બહાર કાઢવામાં આવ્યા છે. પાંચ એક્સેવેટર, એક સ્ટોન ક્રશર અને એક ડ્રિલિંગ મશીન કાટમાળ નીચે દટાયેલા છે. બચાવ કામગીરી હજુ ચાલુ છે.

કેવી રીતે ઘટી દુર્ઘટના:
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાનગી કંપનીના કર્મચારીઓ હંથિયાલ જિલ્લાના મૌદર્હ ખાતે તેમના લંચ બ્રેકમાંથી પરત ફર્યા હતા ત્યારે પથ્થરની ખાણ ધસી પડી હતી. ખોદકામ અને ડ્રિલિંગ મશીનો સાથે ખાણની નીચે ઘણા કામદારો દટાયા હતા. લીટ ગામ અને હંથિયાલ શહેરના સ્વયંસેવકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને આસામ રાઈફલ્સને શોધ અને બચાવ કામગીરીમાં મદદ માટે બોલાવવામાં આવ્યા છે. ખાણ અઢી વર્ષથી કાર્યરત છે.

ડેપ્યુટી કમિશનર સૈજિકપુઈએ જણાવ્યું હતું કે, શોધ અને બચાવ ટીમોએ મિઝોરમના હંથિયાલ જિલ્લાના મૌદ્રહ ગામમાં પથ્થરની ખાણના કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11 મૃતદેહો મળી આવ્યા છે. એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. તેમણે કહ્યું કે BSF, આસામ રાઈફલ્સ, NDRF, રાજ્ય પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો મૃતદેહોને બહાર કાઢવા માટે સર્ચ ઓપરેશનમાં લાગેલી છે.

આ છે મૃતક અને લાપતા લોકોનું લીસ્ટ:

બીએસએફની ટીમ બચાવ કાર્યમાં લાગી:
મંગળવારે બપોરે BSF દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ની એક ટીમ પણ સોમવારે બપોરે મિઝોરમના હંહટિયાલ જિલ્લામાં પથ્થરની ખાણ તૂટી પડવાથી ફસાયેલા મજૂરોને બચાવવામાં લાગેલ છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને રાજ્ય પોલીસ સોમવારે બપોરે મિઝોરમના હનહથિયાલ જિલ્લાના મૌદ્રહ ગામમાં અકસ્માતના સ્થળે બચાવ કામગીરી કરી રહી હતી. અત્યાર સુધીમાં 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે વધુ 12 કામદારો હજુ પણ ફસાયેલા હોવાની આશંકા છે.

હનહથિયાલના પોલીસ અધિક્ષક વિનીત કુમારે જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે એબીસીઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના કામદારો જિલ્લાના મૌદરહ ગામમાં સ્થિત પથ્થરની ખાણમાં કામ કરી રહ્યા હતા. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે દુર્ઘટના સમયે ડઝનેક લોકો તેમાં કામ કરી રહ્યા હતા. એક કામદાર ખાણમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો, પરંતુ અન્ય લોકો કરી શક્યા ન હતા અને કાટમાળમાં ફસાઈ ગયા હતા. મોડી સાંજ સુધી કાટમાળમાંથી કોઈને બહાર કાઢી શકાયા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *