રાજ્યમાં સરકારી નોકરીની ચાહમાં હજારોને લાખો ઉમેદવારો મહિનાઓ સુધી કલાકોના કલાકો વાંચીને તૈયારી કરતા હોય છે. પરંતુ ઘણીવાર પરીક્ષામાં કૌભાંડ સામે આવે છે જ્યારે કેટલીકવાર તો પરીક્ષા જ રદ કરી દેવામાં આવતી હોય છે. જે બાદ ઉમેદવારો પોતાની સાથે અન્યાય થયો હોવાનું અનુભવતા હોય છે. આ પહેલા જ બીન સચિવાલય પરીક્ષામાં પણ કૌભાંડ સામે આવ્યું હતું. જયારે ફરી સરકાર દ્વારા રાજ્ય સરકારે વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિયરની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિયરની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. નિયમોમાં બદલાવના કારણે સરકારે પરીક્ષામાં રદ કરવાનો નિર્ણય કર્યો છે. હવે ગ્રેજ્યુએટ માં 60 ટકા ફરજિયાત હોય તે જ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે એપ્લાય કરી શકશે. 10 ટકા બિન અનામત વર્ગ આવતા પરીક્ષા રદ કરાઈ. પીજવીસઈએલ, એમજીવીસીએલ અને ડીજીવીસીએલની પરીક્ષા રદ કરવામાં આવી છે. એક મહિનામાં નવું નોટીફિકેશન બહાર પાડી નવી જાહેરાત કરવામાં આવશે.
પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી પરત મળશે
આ ભરતીનાં ફોર્મ વર્ષ 2018નાં જુલાઇ મહિનામાં ભરાવવામાં આવ્યાં હતાં. જે માટે દરેક ઉમેદવારો પાસેથી 500 રૂપિયા લીધા હતાં. ભરતી રદનાં મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી રીફન્ડ મળશે. આ અંગેની વધુ માહિતી માટે તમારે www.dgvcl.com વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.
EWSના ક્વોટાના નિયમનો અમલ કરવા પરીક્ષા રદ
સૂત્રો પાસેથી જાણવા મળી રહેલી વિગત પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા આ ભરતી માટેની લાયકાત નક્કી કરવામાં આવી હતી, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે આ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે.આ પરીક્ષા રદ કરવા પાછળ સરકારે કારણ આપ્યું છે. સરકારે EWSના ક્વોટાના નિયમના અમલવારીના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે જુલાઈ 2018માં PGVCL, MGVCL અને DGVCL માટે જુનિયર એન્જિનિયર 150 અને વિદ્યુત સહાયકોની 700 ક્લાર્કની જગ્યા માટે બહાર પાડેલી ભરતી પ્રક્રિયાને રદ કરી છે. આ પરીક્ષા માટેના નિયમો બદલવામાં આવ્યા છે. જે મુજબ જે ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે 60 ટકા ફરજિયાત કરાયા છે. ઉપરાંત 10 ટકા બિન અનામત વર્ગને જગ્યા ફાળવવામાં આવશે.
રાજ્ય સરકાર 1 મહિનામાં નવું નોટિફિકેશન બહાર પાડીને ભરતી પ્રક્રિયા ફરીથી શરૂ કરશે. પરીક્ષાના નિયમો બદલાતા આ પરીક્ષા રદ કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ માટે ફોર્મ ભરનારા ઉમેદવારોને 17થી 27 ડિસેમ્બર વચ્ચે ફી પરત લઈ લેવા માટે મેસેજ મોકલવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ LRDની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ સામે આવ્યું હતું. પાછલા મહિને લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષામાં 12 પાસના બદલે ગ્રેજ્યુએશન ફરજિયાત કરાયું હતું પરંતુ ઉમેદવારોના રોષ બાદ ફરીથી જૂના નિયમો સાથે પરીક્ષા લેવાઈ હતી. પરંતુ તેમાં પણ પેપર લીક થયા હોવાના વિડીયો સામે આવ્યા હતા. જોકે વધુ એક પરીક્ષા રદ કરાતા ઉમેદવારોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.