અમેરિકામાં વધુ એક ગુજરાતીને મળ્યું ધ્રુજાવી દેતું મોત- થયું એવું કે, બે અજાણ્યાં વ્યક્તિઓ સ્ટોર માં ઘુસ્યા અને…

અવાર નવાર વિદેશો (Abroad)માં ગુજરાતી (Gujarati)ઓની હત્યા (Murder)ની ઘટનાઓ સામે આવતી જ રહે છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કડીના નિવાસી પટેલ યુવાનનું અમેરિકા (America)માં આવેલી પોતાની સ્ટોર (store)માં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મૂળ કડીના ઊંટવા ગામનો 35 વર્ષીય વિશાલ પ્રવીણભાઈ પટેલ છેલ્લા 10 વર્ષથી પોતાની પત્ની અને માતા પિતા સાથે અમેરિકામાં પોતાના રહેતો હતો. આ દરમિયાન 28 નવેમ્બરના રોજ વિશાલ નેસવિલમાં આવેલી પોતાની દુકાનમાં હાજર હતો, ત્યારે બે લોકો સ્ટોરમાં ફાયરિંગ કરી અંદર આવી ગયા હતા. જેમાં વિશાલને બે ગોળી વાગી જતા તેણે દુકાનમાં જ દમ તોડ્યો હતો અને કરૂણ મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યું છે કે, વિશાલને એક માથામાં ગોળી વાગી ગઈ હતી અને બીજી ગોળી છાતીમાં વાગી જતી જેનાથી તેનું ઘટના સ્થળે જ કમકમાટીભરયુ મોત થયું હતું. આ સમગ્ર ઘટના સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાની જાણ થતા પરિવારજનોની હાલત કફોડી બની હતી. તેઓ માથે દુ:ખોનો પહાડ તૂટી પડ્યો હતો.

આ એક વાર નહિ, પરંતુ આ પહેલા પણ ઘણા આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. છેલ્લા ઘણા સમયથી વિદેશમાં રહેતા ભારતીયો પર આવા અવાર નવાર હત્યાના બનાવો અને સ્ટોર ને લૂંટવાના પ્રયાસો દિવસે દિવસે વધી રહ્યાં છે ત્યારે કડીના પટેલ યુવાનનું આમ ધોળા દિવસે હત્યા થતાં ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. ભરજુવાનિમાં આમ યુવાનનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *