હાઇ-વે પરના ટોલનાકા પર ફાસ્ટટેગના અમલીકરણમાં વધુ એક મહિનાની છૂટ અપાઇ છે. મહત્વનુ છે કે હજારો વાહનોને હજુ સુધી ફાસ્ટટેગ લાગ્યા નથી. આ તરફ ટોલ કર્મચારીઓ અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણ ન સર્જાય તે માટે હજુ પણ ફાસ્ટેગ ફરજિયાતમાં એક મહિનાની રાહત અપાઇ છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર પણ અમલીકરણની કવાયત હાથ ધરાઇ હતી.
તસ્વીરો સાંકેતિક છે
ફાસ્ટેગ ફરજિયાત થયા બાદ તેના વિનાનું વાહન જો ફાસ્ટેગની લાઇનમાં આવશે તો તે વાહનચાલક પાસેથી દંડ વસુલવામાં આવશે. મહત્વનુ છે કે કેટલાક વાહનચાલકો દ્વારા બેંકમાં ફાસ્ટેગ માટે અરજી કરવામાં આવી છે. આવા વાહનચાલકોને તેમનો ફાસ્ટેગનો વોલેટ આઇડી મળી ગયો છે.
અમુકને ફાસ્ટેગના સ્ટીકર હજુ સુધી કુરિયરથી મળ્યા નથી. આવા વાહનચાલકો પણ ફાસ્ટેગની લાઇનમાં જઇ શકશે નહીં. ફાસ્ટેગનુ સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. કોઇ પણ વાહન પર લાગેલા ફાસ્ટેગની માન્યતા પાંચ વરસ સુધીની રહેશે. આ સમયગાળા દરમિયાન તેને રિચાર્જ કરાવતા રહેવું પડશે. ફાસ્ટેગને નેટબેંકિંગ, ક્રેટિડ કે બિટ કાર્ડ, યૂપીઆઈ અને અન્ય રીતે પણ રિચાર્જ કરી શકાય છે.
ટોલટેક્સ પર લાગી લાંબી લાઈનો
ફાસ્ટટેગ ફરજીયાતને લઈને સવારથી જ ટોલટેક્સ પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ફાસ્ટટેગને લઈને અનેક વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારથી જ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ સરકાર પર ઉભરો ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે સરકારને લોકોને લાઈનમાં ઉભા રાખવાની ટેવ પડી ગઈ છે. લોકોને સરળ પડે તેવી સરકાર દ્વારા ક્યારેય કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી.
કડવા અનુભવ થયા
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ફાસ્ટેગ યુઝર્સને કડવા અનુભવ થયા છે. અને ફાસ્ટેગ રિચાર્જ સિસ્ટમમાં લબાડ વેડા હોવાની રાવ ઉઠી છે. ઓનલાઈન રિચાર્જ કરાવવા છતાં જ્યારે વાહનચાલકો ટોલબુથે ફાસ્ટેગ બારકોડ સ્કેન કરવવા ઉભા રહ્યા. અને ત્યાં બેલેન્સ ન દર્શાવતા નારાજગી જોવા મળી. કેટલાક વાહન ચાલકોએ રૂપિયા 500નું ઓનલાઈન રિચાર્જ કરાવ્યુ તેમ છતાં બેલેન્સ આવ્યું ન હતું. આ અંગે અધિકારીઓ 24 કલાક પહેલા જ ફાસ્ટેગ રિચાર્જ કરાવ્યુ હોય તો જ તેનો લાભ મળી શકે તેમ કહેતા જોવા મળ્યા. જોકે હાલ તો રિચાર્જ છતાં કેટલાય વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.