છેલ્લા દોઢ મહિનામાં આઠમી ઘટના, રાજકોટમાં ક્રિકેટ રમી રહેલા 45 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો રાજ્યમાં સતત હાર્ટ એટેક(Heart attack)ના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. આટલું જ નહિ પણ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે. ખાસ કરી અત્યાર સુધી આવા બનાવની અંદર હાર્ટ એટેકથી ફક્ત વૃદ્ધ લોકોના મોત થતા હોવાના સમાચાર સામે આવતા હતા. પરંતુ તબીબોના તારણ અને અનુભવ અનુસાર, હવે કોરોના બાદ યુવાનોમાં પણ હાર્ટ એટેકના પ્રમાણમાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં જ કેટલીક એ પ્રકારની ઘટનાઓ પણ સામે આવી છે કે, જેમાં મેદાનમાં ક્રિકેટ(Cricket) રમતા સમયે તે યુવકોને હાર્ટ એટેક આવ્યો અને થોડા સમય બાદ તેમનું મોત થઈ ગયું. ત્યારે આજે પણ આવો જ બનાવ ફરી એકવાર રાજકોટ(Rajkot)માંથી સામે આવ્યો છે.

મહત્વનું છે કે, રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા સમયે હાર્ટ એટેક આવતા દુઃખદ મોત થયું છે. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ક્રિકેટ રમતા સમયે 45 વર્ષના મયુર મકવાણા અચાનક જ ઢળી પડ્યો હતો. જેથી તરત જ મયુરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પર હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. રાજકોટમાં આ અગાઉ પણ આવી જ ઘટનામાં 4 યુવકોના મોત થઇ ચુક્યા છે.

જણાવી દઈએ કે, આ અગાઉ પણ રાજકોટમાં એક દિવસમાં રમત-રમતા બે યુવકોના મોત થયા હતા. એકનું ક્રિકેટ રમતા અને જયારે અન્ય યુવકનું ફુટબોલ રમતા-રમતા મોત થયુ હતુ. હજુ તો ચાર દિવસ અગાઉ જ રાજકોટમાં એક યુવકનું ક્રિકેટ રમતા મોત થયુ હતુ. ત્યારે હવે ફરી એક યુવકનું મોત થતા ચકચાર મચી જવા પામી છે.

મહત્વનું છે કે, સુરતમાં ક્રિકેટ રમતા સમયે વરાછાના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયુ હતું. 27 વર્ષના પ્રશાંત ભરોલીયાને છાતીમાં દુઃખાવો ઉપડ્તા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર પછી 27 વર્ષિય યુવકનું મોત થયુ છે. યુવક કેનેડામાં એન્જિનીયરિંગનું ભણતો હોવાનું સામે આવ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *