હજી તો મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુઓની હત્યાનો મામલો શાંત નથી થયો, ત્યાં તો હવે નાંદેડમાં એક સાધુની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ ઉભો થઇ ગયો છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રનાં નાંદેડનાં એક આશ્રમમાં શનિવારનાં રોજ મોડી રાત્રીએ એક સાધુ અને તેનાં સેવકની હત્યા કરી દેવામાં આવી છે. નાંદેડનાં ઉમરી તાલુકાનાં નાગઠાનામાં કેટલાંક બદમાશોએ શનિવારે રાતે બાલ બ્રહ્મચારી શિવાચાર્યની હત્યા કરી નાખી છે.
જાણકારી મુજબ, સાધુ શિવાચાર્યનાં મૃતદેહની પાસે જ ભગવાન શિંદે નામનાં એક શખ્સની પણ લાશ મળી આવી છે. આ બંનેનાં મૃતદેહ ઘરનાં બાથરૂમની પાસેથી મળી આવ્યાં છે. સવારે જ્યારે શિષ્યોએ તેમને આશ્રમમાં મૃત સ્થિતિમાં જોયા તો તાત્કાલિક તેઓએ પોલીસને જાણ કરી. આ ઘટના વિેશે માહિતી મળતા જ આશ્રમ પહોંચેલી પોલીસે આ સમગ્ર કેસની તપાસ શરૂ કરી દીધી.
સ્થાનિકોના કહેવા મુજબ આ હત્યા બાદ બદમાશોએ તેમની ગાડી લઇને ભાગવાની કોશિશ કરી, પરંતુ બાદમાં ગાડી ત્યાં જ મૂકીને તેઓ ભાગી ગયાં. આ હત્યાની પાછળનું કારણ લૂંટફાંટ જણાવવામાં આવી રહ્યું છે. જો કે, પોલીસે સમયસર ઘટનાસ્થળે પહોંચી કેસની તપાસ હાથ ધરી છે.
પોલીસને પ્રારંભિક તપાસમાં સાધુની હત્યા પાછળનું કારણ ચોરી જ લાગી રહ્યું છે. પોલીસનાં જણાવ્યાં મુજબ આશ્રમમાં જે રીતે સામાન વિખેરાયેલો પડ્યો છે તેનાથી તો એવું જ લાગે છે કે ચોરીનો વિરોધ કરતાં સાધુ અને તેમનાં સેવકની આ બદમાશોએ હત્યા કરી નાખી છે. જો કે પોલીસે આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે. હાલમાં પોલીસે આ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોના લૉકડાઉનની વચ્ચે આ અગાઉ પણ મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લામાં મોબ લિંચિગની એક શરમજનક ઘટના સામે આવી હતી. જેમાં અહીં આશરે 200 લોકોનાં ટોળાંએ 2 સાધુ અને 1 ડ્રાઇવરની ક્રૂર રીતે હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં બે સાધુઓ અને એક ડ્રાઇવરની નિર્મમ હત્યા પર મહારાષ્ટ્ર સરકારે કાર્યવાહી કરતા 101 લોકોની ધરપકડ કરી હતી. જે મામલે આગળની કાર્યવાહી હજી શરૂ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news