youth died of heart attack in Bhavnagar: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા સતત વધી રહ્યા છે.નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.કોરોના પછી નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો ઉભા રહેવાનું નામ જ નથી લઈ રહ્યું .રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યા છે.આજે પાટણ બાદ ભાવનગરમાં પણ નાની વયે હાર્ટ અટેકે આવતા એક યુવક પોતાનો જીવ ગુમાવ્યો છે.ભાવનગરના 17 વર્ષિય વિજય ચૌહાણનું હાર્ટએટેક થઈ મોત નીપજ્યું છે.
ભાવનગરમાં ફરી એક વખત 17 વર્ષના કિશોરનું ધબકતું હૃદય બંધ થયું છે,વિજય ચૌહાણ નામનો માત્ર 17 વર્ષનો કિશોર રાત્રે 10 વાગ્યે સુઇ ગયો હતો, પરંતુ ઊંઘમાં જ તેમને હાર્ટ અટેક આવી જતાં તે સૂતા બાદ જાગી શક્યો નહિ. તેમને બેભાન અવસ્થામાં જોઇને ભાવનગરના માઢીયા ગામેથી 108 દ્વારા સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પરિવારની હાજરીમાં ટૂંકી સારવાર પછી હાર્ટ અટેકના હુમલા થી આ વિજય ચૌહાણનું અવસાન થયું હતું. નવ યુવાનના અચાનક મોતથી પરિવાર સ્તબ્ધ છે. મોતના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
તો બીજી બાજુ ભાવનગર તળાજા તાલુકાના નવા દેવલી ગામે 18 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. જિજ્ઞા બારૈયા નામની યુવતી ખેતરે વાવેલ શીંગ કાપીને ધરે પાછી ફરી રહી હતી. અને માતાને કહ્યું હતું કે, ભવાઈ જોવા જવાનું છે તો પહેલા થોડો આરામ કરી લે, બાદ ઊંઘમાં યુવતીનું હદય બંધ પડી ગયું હતું. 18 વર્ષની દીકરી જિજ્ઞાનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું ડૉક્ટરે જણાવતા પરિવાર પણ અચંબામાં પડી શોક મગ્ન છે. નાની વયે દીકરા –દીકરીઓના મોતથી સતત ચિંતા વધારો થયો છે.
રાજ્યમાં હ્રદય રોગના હુમલાથી મૃત્યુનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે, દરરોજ રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત હવે અન્યે શહેરોમાંથી પણ હાર્ટ એટેકના મોતના સમાચારો સામે આવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર,જામનગરમાંથી વધુ એક મોતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક 37 વર્ષીય યુવાન હાર્ટ એટેકથી મોતને ભેટ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube