Heart attack in Surat: સુરત (Surat) શહેરમાં વધુ એક યુવકનું હાર્ટ એટેક (Heart attack)ના કારણે મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. શહેરના લિંબાયત (Limbayat) વિસ્તારમાં રહેતો યુવક સવારે નોકરી પર રિક્ષામાં જઈ રહ્યો હતો ત્યારે શરુ રીક્ષા દરમિયાન જ હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, જો વાત કરવામાં આવે તો સુરતના લિંબાયત વિસ્તારમાં મૂળ જલગાંવ જિલ્લાના વતની 36 વર્ષના નિલેશ પાટીલ પરિવાર સાથે રહેતો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા માટે યુવક ડ્રાઇવર તરીકેની નોકરી કરતો હતો. નિલેશ પાટીલના પરિવારમાં પત્ની અને બે નાની દીકરીઓ છે. તેઓ સવારે ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યા હતા.
મહત્વનું છે કે, ઘરેથી નીકળ્યા પછી નિલેશ મેનેજર પાસે જવા રિક્ષામાં નીકળ્યો હતો. આ દરમિયાન નવાગામ નજીક રિક્ષામાં જ હાર્ટ એટેક આવી ગયો હતો. તેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા નિલેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ સ્મીમેર હોસ્પિટલ આવી પહોચ્યા હતા.
નિલેશ પાટીલ જલગાંવથી પાંચ મહિના અગાઉ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. પરિવારનો આધારસ્થંભ ગુમાવતા પત્ની સહિતના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. હોસ્પિટલમાં નિલેશને મૃત જાહેર કરવામાં આવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.