Botad : પોલીસના અત્યાચાર બાદ જુવાનજોધ દીકરો ગુમાવ્યો, પરિવારનો આક્ષેપ- ત્રણ પોલીસકર્મી વિરુધ FIR દાખલ

Botad news: બોટાદ (Botad)થી એક સનસનાટી ફેલાવી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો બોટાદના એક યુવકને પોલીસ (Botad Police) દ્વારા ખરાબ રીતે માર મારવામાં આવતા ગંભીર ઇજાના કારણે તેનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ (Ahmedabad Civil)માં કરુણ મોત નીપજ્યું હતું. જેને કારણે યુવકના સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે, જ્યાં સુધી આરોપી પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં આવશે નહી. આ મામલે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને આગામી 6 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે એવું જણાવતા કહ્યું હતું.


મૃતક યુવકની ફાઈલ તસવીર

મહત્વનું છે કે, બોટાદ પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીઓ દ્વારા મુસ્લિમ યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેનું સારવાર દરમિયાન યુવાનનું મોત થયાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી પોલીસ કર્મચારી સામે ફરિયાદ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારે આખરે બોટાદ પોલીસના ત્રણ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ થઇ છે અને પરિવારજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો છે.


યુવકને માર મારનાર પોલીસ કર્મી આલકું બોરીયા સામે ફરિયાદ

આ સમગ્ર ઘટના અંગે એસ.પી. કિશોર બળોલિયાએ જણાવતા કહ્યું હતું કે, બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં રહેતા કાળુભાઈ ઉસ્માનભાઈ કે જે મિસ્ત્રી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે ગઈ14 એપ્રિલના રોજ કાળુભાઈ મજૂરી કામ પતાવી પોતાના ઘરે આવી રહ્યા હતા. ત્યારે ત્રણ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તેમને બોલાવી અને તું આ વ્યક્તિને ઓળખે છે અને આ મોટર સાઇકલ તું ચલાવે છે તે કોનું છે. તેમ પૂછતાં કાળુભાઈએ તમે ત્રણેય લોકો કોણ છો તેમ જણાવતા અને આઈડી પ્રુફ માગતા પોલીસ કર્મચારી આલકું બોરીયા, રાહીલ સિદાતર અને નિકુલ સિંધવ આ યુવાનને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માર માર્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.


યુવકને માર મારનાર પોલીસ કર્મી રાહીલ સિદાતર સામે ફરિયાદ

વાત કરવામાં આવે તો આ યુવાનને અગાઉ બોટાદ અને ત્યારબાદ ભાવનગર અને વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ICU હેઠળ સારવાર લઈ રહેલો હતો. જ્યાં સારવાર દરમિયાન જ યુવાનનું મોત નીપજ્યું હતું. પરિવારજનો અને મુસ્લિમ સમાજના આગેવાનોએ જ્યાં સુધી પોલીસ કર્મચારીઓ સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે આખરે પોલીસ દ્વારા ત્રણ પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


યુવકને માર મારનાર પોલીસ કર્મી નિકુલ સિંધવ સામે ફરિયાદ

મુસ્લિમ યુવાનને માર મારનાર ત્રણ પોલીસ કર્મચારીઓમાં આલકું બોરીયા, રાહીલ સિદાતર અને નિકુલ સિંધવનો સમાવેશ થાય છે. જ્યાં આ ત્રણ કર્મચારીઓ સામે મૃતક યુવાનના પિતાએ ફરિયાદ કરતા 302, 323, 114 કલમ મુજબ ગુનો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *