મે મહિનાના અંત થયો અને આ સાથે જ નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. તમારા રોજિંદા જીવન સાથે સંબંધિત ઘણી વસ્તુઓ બદલાવા જઇ રહી છે. જ્યાં લોકોને આશા છે કે, 1 જૂનથી સરકાર ઘણી રાહત આપવાની છે ત્યાં 1 જૂન 2020થી તમારી આસપાસ ઘણી વસ્તુઓ બદલાઈ જશે. ભલે તે રેલવે હોય, વિમાન સેવા હોય કે પછી રાશન કાર્ડ સંબંધિત હોય કે પછી તમારા એલપીજી સિલિન્ડર. 1 જૂનથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ચાલો તમને જણાવીએ કે 1 જૂનથી તમારા જીવનમાં શું ફેરફાર થશે અને તેની તમારા ખિસ્સા પર શું અસર થશે…
મોદી સરકારે હાલમાં જ એક મહત્વનો નિર્ણય લીધો છે જે ટુંક સમયમાં જ સમગ્ર દેશમાં અમલી બનશે. સરકારની આ યોજનાથી દેશના 67 ગરીબોને મોટો ફાઈદો થશે. આ યોજના દેશના 20 રાજ્યોમાં શરૂ થશે. મોદી સરકારની આ યોજના છે ‘વન નેશન-વન રાશન કાર્ડ’. હવે ‘એક દેશ એક રાશન કાર્ડ’ યોજનાથી સરકારને અપેક્ષા છે કે, નેશનલ ફૂડ સિક્યોરિટી યોજનાને વધુ સફળ અને વધુમાં વધુ જરૂરિયાત લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે. કેન્દ્ર સરકારની વન નેશન વન રાશન કાર્ડ યોજનાને કારણે મુળ રાજ્ય ઉપરાંત કોઇ બીજા રાજ્યમાંથી પણ રેશન લઇ શકાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજની જાહેરાત કરતા સમયે તેનો ઉલ્લેખ કર્યો હતો.
1 જૂનથી વન નેશન વન કાર્ડની યોજના
સમગ્ર દેશમાં રેશનકાર્ડ માટે આજે એટલે કે, 1 જૂનથી વન નેશન વન કાર્ડની યોજના સંપુર્ણ લાગુ થઇ જશે. આ સ્કીમનો ફાયદો થશે કે, રાનશ કાર્ડ કોઇ પણ રાજ્યમાં બનેલું હોય તેનું રાશન ખરીદવા માટેનો ઉપયોગ બીજા રાજ્યમાં પણ થઇ શકે છે. તેના કારણે ગરીબોને ઘણો ફાયદો થશે. રાશન કાર્ડ ધારકોને પાંચ કિલો ચોખા ત્રણ રૂપિયા કિલોનાં દરથી અને ઘઉ બે રૂપિયા કિલોના દરથી મળશે. કાર્ડ બે ભાષામાં સ્થાનીક ભાષા અને હિન્દી અથવા અંગ્રેજીમાં બહાર પડશે.
નાણામંત્રીએ કહ્યું કે, જેની પાસે રેશનકાર્ડ અથવા કોઇ કાર્ડ નથી, તેને પણ 5 કિલો ઘઉ, ચોખા અને એક કિલો ચણાની મદદ આપવામાં આવશે. 8 કરોડ પ્રવાસી મજૂરોને તેનો ફાયદો થશે. તેમાં 3500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રાજ્ય સરકાર દ્વારા તેને કારગત બનાવવામાં આવશે. રાજ્યોની પાસે આ મજુરોની માહિતી છે. આગામી બે મહિના સુધી નિશ્ચિત પ્રક્રિયા લાગુ રહેશે.
આ યોજના હેઠળ કોઈ પણ લાભાર્થી એક જ રાશન કાર્ડના માધ્યમથી દેશની કોઈ પણ વાજબી ભાવની દુકાન(ફેર પ્રાઇઝ શોપ) થી રાહત દરે અનાજ લઈ શકે છે. યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓને આધાર કાર્ડના માધ્યમથી રજીસ્ટર્ડ કરવામાં આવશે.
એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજનાના ફાયદા:
આ યોજનાના માધ્યમથી દેશના તમામ નાગરિકોને એક રેશન કાર્ડથી સમગ્ર દેશમાં રાશન ઉપલબ્ધ બનશે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ,2013 હેઠળ તમામ નાગરિકોને ખાદ્યાન ઉપલબ્ધ બનાવી શકાશે. આ યોજનાથી સામાન્ય પ્રજાજનોને લાભ મળશે. કાર્ડ ધારકોને કોઈ એક દુકાનદાર પર આધાર રાખવો નહીં પડે અને ગેરરીતિ કે ભ્રષ્ટચારને નિયંત્રિત કરી શકાશે. વિવિધ રાજ્યોમાંથી લાભો મેળવવા માટે એક કરતા વધારે રેશન કાર્ડ રાખવા પર અંકૂશ આવી જશે.
વન નેશન-વન કાર્ડ યોજનાનો સૌથી વધુ ફાયદો ગરીબોને થશે. એક સ્થળેથી બીજા સ્થળે શિફ્ટ થનારા પ્રવાસીઓને ફાયદો મળશે. નકલી રેશનકાર્ડને અટકાવી શકાશે. તમામ રાશનકાર્ડને આધારકાર્ડ સાતે આધાર સાથે લિંક અને પોઇન્ટ ઓફ સેલ મશીન દ્વારા અનાજ વહેંચવાની વ્યવસ્થા ઝડપથી ચાલુ કરવામાં આવશે. 85 ટકા આધારકાર્ડ પોઇન્ટ ઓફ સેલ મશીન સાથે જોડાઇ ચુક્યા છે. 22 રાજ્યોમાં 100 ટકા પીઓએસ મશીન લાગી ચુક્યા છે.
ગરીબ લોકો અને ખાસ કરીને શ્રમજીવી લોકોને લાભ મળશે. સરકાર આ યોજના મારફતે PDS અંતર્ગત આશરે 81 કરોડ લોકોને સુવિધા પહોંચાડવા માગે છે. PDS હેઠળ પ્રત્યેક વર્ષ આશરે 612 લાખ ટન ખાદ્ય પદાર્થોનું વિતરણ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news