ચાર બહેનોના એકના એક ભાઈનું નાની ઉંમરે નિધન થતા, પરિવારના હૈયાફાટ રુદનથી ધ્રુજી ઉઠી ગુજરાતની ધરા

ગુજરાતમાંથી હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. અકસ્માતના કારણે દરરોજ સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હાલ ગુજરાતના ગીર સોમનાથ માંથી રડાવતી ઘટના સામે આવી છે. ચાર બહેનોના એકના એક ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં શોકના કાળા વાદળો છવાયા છે.

ગીર સોમનાથના સુત્રાપાડા માંથી આ દુઃખદ ઘટના સામે આવી છે. પશુધન ચરાવવા ગયેલા યુવકને કાળનો ભેટો થયો હતો. વિરોદર ગામે રહેતો દેવેન્દ્ર કનુભાઈ, પોતાના રોજિંદા જીવનની જેમ જ પશુધન ચરાવવા ગયો હતો. તે દરમિયાન બોરવાવ ગામના પાટિયા નજીક કાળમુખા ટ્રકે દેવેન્દ્રને અડફેટે લીધો હતો, અને ટક્કર એટલી ગંભીર હતી કે, દેવેન્દ્ર નું કરૂણ મૃત્યુ થયું હતું.

પરિવારમાં એકના એક યુવકનું મૃત્યુ થતાં, પરિવાર ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો હતો. સાથોસાથ સમગ્ર પંથકમાં દુઃખના કાળા વાદળો છવાયા હતા. જણાવી દઈએ કે પરિવારમાં કોઈ બીજું પુરુષના હોવાથી, દેવેન્દ્રની ચાર બહેનો એ જ કાંધ આપી હતી. અંતિમ યાત્રા ના આ કરુણ દૃશ્યો જોઈને, ગામ લોકોની આંખ માંથી આંસુ નહોતા ઉભા રહેતા.

ખેતી અને પશુપાલન કરતા દેવેન્દ્રને નહોતી ખબર કે, હવે તે ક્યારેય તેના પરિવારને નહીં જોઈ શકે. 23 વર્ષીય દેવેન્દ્રનું નાની ઉંમરે અકસ્માતમાં મૃત્યુ થતા, પરિવારના હૈયાફાટ રૂદન સાથે સમગ્ર પંથકની ધરા ધ્રુજી ઊઠી હતી. દેવેન્દ્રને ચાર બહેનો છે. પરિવારના એકના એક કુળદીપક નું આકસ્મિક મૃત્યુ થતા, પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો હતો.

તમને જણાવી દઈએ કે, આજથી ચાર મહિના પહેલા જ દેવેન્દ્રના પિતાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. પરિવારમાં દેવેન્દ્ર એક જ પુરુષ હતો. પરિવારની તમામ જવાબદારી પોતાના માથે લઈને, પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ કુદરતને કઈ બીજું જ મંજુર હોય તેમ, એકના એક ભાઈ અને દીકરાને પરિવારથી છીનવી લીધો હતો. ચાર બહેનો માંથી, ફક્ત એક જ બહેનના લગ્ન થયા છે.

બીજી ત્રણ બહેનોની વાત કરીએ તો, ત્રણ બહેનો માંથી બે બહેનો સોમનાથ સુરક્ષા અને પોરબંદર પોલીસમાં ફરજ બજાવી રહી છે. જ્યારે એક બહેન દેવેન્દ્ર સાથે વિરોદર ગામમાં જ રહે છે. એકના એક ભાઈનું મૃત્યુ થતા, ચારે બહેનોએ જ ભાઈની અર્થીને કાંધ આપી હતી, આ દ્રશ્ય નજરે જોનારા ગામવાસીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *