ફરી ખાખી થઈ કલંકિત! જાણો ક્યાં દારૂની મહેફિલ માણતા PSI, 3 પોલીસકર્મીઓ સહિત 20 ઝડપાયા?

ગુજરાત(Gujarat): રાજ્યમાં બોટાદ લઠ્ઠાકાંડ(Botad Lattakand)ની ઘટના વચ્ચે ગુજરાત પોલીસ(Gujarat Police)ની વરદીને કલંકિત કરે તેવી ઘટના સામે આવી છે. અમે તમને જણાવી દઇએ કે, બોટાદ લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યભરમાં ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે.

હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે વલસાડના અતુલમાં દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં એક PSI સહિત 3 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાતા હવે ખાખી સામે જ અનેક સવાલો પેદા થઇ રહ્યા છે. અંદાજે 20થી વધુ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લખનીય છે કે, આ દારૂની મહેફિલને લઇને પોલીસને અગાઉથી જ બાતમી મળી ગઇ હતી. જેના લીધે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

આ બાતમીને આધારે વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલા LCB અને અન્ય પોલીસ જવાનો સાથે રેડ કરી ચેક કરવામાં આવતા અતુલના મુકુંદ ફસ્ટ ગેટ ખાતે સન્ની બાવીસકરની જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી. રેડ દરમિયાન જ્યા નાનાપોઢાના PSI અને 3 કોસ્ટેબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, વલસાડ SPએ 18 બોટલ દારૂનો જથ્થો 26 મોબાઈલ, 5 કાર અને 7 બાઈક મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

41 લોકોના મૃત્યુ:
બોટાદના બરવાળા લઠ્ઠાકાંડેતો અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યાછે. કારણ કે આ ઝેરી દારૂએ કોઇનો પતિ છીનવી લીધો, તો આ દારુએ કોઇનો દીકરો છીનવી લીધો. જેને કારણે અનેક પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી છે. ત્યારે અમે જણાવી દઇએ કે, આ ગંભીર ઘટનામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 41 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *