સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. તેને રોકવા માટે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુચના આપી છે કે શહેર વિસ્તારમાં દારૂ-જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવાની અને પોલીસને જાગૃત રહેવાની સૂચના આપી છે.
એવામાં ગઈકાલે ડીસીબીના કોન્સટેબલ ને બાતમી મળી હતી કે અડાજણ પ્રાઈમ આર્કેડ પાસે જોગણી દર્શન સોસાયટીમાં દર્શન ફ્લેટ નંબર 107 માં જેપી નામનો વ્યક્તિએ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમની મેચ પર ગ્રાહકો પાસેથી ફોન ઉપર પૈસા લગાવી સટ્ટો રમાડતો હતો.
ત્યારબાદ પોલીસે ત્યાં રેડ કરી ને રોકડા રૂપિયા 84,000 તેમજ મોબાઈલ 3 નંગ તેમજ ટીવી એક નંગ જપ્ત કર્યા. આમ પોલીસે ઘટના સ્થળ પરથી કુલ ૯૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ બીજા આરોપી યોગેશભાઈ પાટણ જેમના પુરાનામની ખબર નથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ બંને વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en