સુરત: પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ- એક પ્રેમિકા અને બે પ્રેમી, પછી જે થયું એ ખુબ જ ભયંકર હતું… 

સુરત શહેરના પાંડેસરા કૈલાશ ચોકડી નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના એક પ્રેમીએ બીજા પ્રેમીને ચપ્પુના 5 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો બનાવ પોલોસ સ્ટેશનમાં…

સુરત શહેરના પાંડેસરા કૈલાશ ચોકડી નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના એક પ્રેમીએ બીજા પ્રેમીને ચપ્પુના 5 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો બનાવ પોલોસ સ્ટેશનમાં નોંધાયો છે. મરનાર બ્રિજેશ એક મહિના પહેલા જ યુપીથી સુરત આવ્યો હતો. વતનમાં પ્રેમ થયા બાદ યુવતી સુરતમાં હોવાની જાણ બાદ બ્રિજેશ તેની પાછળ સુરત આવ્યો હતો. રોડ ઉપર લોહીના ખાબોચીયામાં પડેલા ઇજાગ્રસ્ત બ્રિજેશને સિવિલ હોસ્પિટલ લઇ ગયા બાદ ખાનગીમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પ્રેમી સહિત 20 લોકોનું ટોળાએ ચાકુથી કર્યો હુમલો
મરનારના મિત્ર વિજય કહારએ જણાવ્યું હતું કે બ્રિજેશ રામનયન રાજભર (ઉ.વ. 22, રહે. ઉધના BRC,પ્રભુ નગર) એમ્બ્રોડરીના ખાતામાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો. તે મૂળ અઝામગઢનો રહેવાસી હતો. એક મહિના પહેલા જ સુરત આવ્યો હતો. કોઈ છોકરીને લઈ ચાલતા ઝઘડામાં રવિવારની રાત્રે બ્રિજેશને ફોન પર હુમલાખોરો ધમકી આપી મળવા બોબોલાવ્યો હતો. જેને લઈ બ્રિજેશ કૈલાશ ચોકડી પર મળવા જતા જ તેની પર રોહિત નામના યુવક સહિત 20 લોકોનું ટોળું ચપ્પુ વડે ઘાતકી હુમલો કરી ભાગી ગયું હતું. ઇજાગ્રસ્ત બ્રિજેશને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા અને વહેલી સવારે બ્રિજેશનું મોત થયું હતું.

હત્યાના ઈરાદે જ યુવકને બોલાવ્યો હતો
વધુમાં તેણે ઉમેર્યું હતું કે, વતનમાં રહેતી યુવતી સાથે બ્રિજેશને પ્રેમ થઈ ગયો હતો. તે યુવતી સુરત આવી ગયા બાદ બ્રિજેશ સુરત આવ્યો હતો. જોકે, યુવતી બે છોકરા સાથે પ્રેમમાં હતી. આ વાતની ખબર પડતાં બીજા પ્રેમી રોહિતે હત્યાના ઇરાદે જ બ્રિજેશને કૈલાશ ચોકડી પર બોલાવ્યો હતો. બ્રિજેશને છાતીના ભાગે ઉપરા ઉપરી 5-6 ઘા મરાયા હતા. ઓપરેશન બાદ બ્રિજેશનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજતા જ પોલીસ દોડી આવી હતી. બ્રિજેશના પિતાના અવસાન બાદ એક ભાઈ અને માતાને આર્થિક રીતે મદદ કરવા બ્રિજેશ સુરત આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *