OnePlus Nord 2 Blast: ગયા વર્ષે લોન્ચ થયેલા OnePlus Nord 2 સ્માર્ટફોન (Smartphone)માં બ્લાસ્ટ (Blast)નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ પહેલા પણ OnePlus Nord 2ના બ્લાસ્ટના કિસ્સા સામે આવી ચૂક્યા છે. યુઝરે સોશિયલ મીડિયા(Social media) પર દાવો કર્યો છે કે OnePlus Nord 2 ફોન કોલ દરમિયાન વિસ્ફોટ થયો છે, જેના કારણે યુઝર ઘાયલ થયો છે. મળેલી માહિતી અનુસાર, OnePlus Nord 2માં થયેલા બ્લાસ્ટને કારણે તેના ભાઈને હાથ અને ચહેરાના અમુક ભાગમાં ઈજાઓ થઈ છે.
ટ્વિટર યુઝરે ફોનની કેટલીક તસવીરો શેર કરી:
યુઝરે જણાવ્યું છે કે, આ અકસ્માત જ્યારે તેનો ભાઈ ફોન પર વાત કરી રહ્યો હતો તે દરમિયાન સર્જાયો હતો. તેના જવાબમાં કંપનીએ કહ્યું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. ટ્વિટર પર યુઝરે ફોનની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં બ્લાસ્ટ થયેલો સ્માર્ટફોન સ્પષ્ટ જોઈ શકાય છે. તસવીરોમાં સ્માર્ટફોનને ઓળખવો મુશ્કેલ છે. યુઝરના મતે આ ફોન OnePlus Nord 2 છે. જો કે ફોન બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
@OnePlus_IN Is that your NEVER SETTLE?? This is not a joke! He could have got serious injuries too but luckily he is alive! We just asked for a healthy solution for this, not any compensation or anything else.All I get from you is NO NO NO NO, we can’t do anything pic.twitter.com/RTVUaDln67
— Lakshay Verma (@lakshayvrm) March 31, 2022
OnePlusએ આ મામલે કોઈ માહિતી આપી નથી. OnePlus Nord 2માં બ્લાસ્ટનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ કેટલાક યુનિટમાં બ્લાસ્ટના ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. કંપનીએ આ ફોન ગયા વર્ષે જુલાઈમાં લોન્ચ કર્યો હતો. ત્યારબાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં જ OnePlus Nord 2ના બ્લાસ્ટના કેટલાક મામલા સામે આવ્યા હતા. બ્રાન્ડે આ ફોનને પોસાય તેવી કિંમતે લોન્ચ કર્યો છે. તેમાં MediaTek ડાયમેન્સિટી 1200 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
OnePlus Nord 2 ના ફીચર્સ શું છે:
આ OnePlus ફોન Android 11 પર આધારિત Oxygen OS પર કામ કરે છે. તેમાં 6.43-ઇંચની ફુલ-એચડી + AMOLED સ્ક્રીન છે, જે 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. તેમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 1200-AI પ્રોસેસર છે, જે 12GB સુધીના રેમ વિકલ્પ સાથે આવે છે. ફોનમાં 50MP મુખ્ય લેન્સ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફ્રન્ટમાં કંપનીએ 32MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ફોન 4500mAh બેટરી સાથે આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.