પહેલીવાર કોઈ ભારતીય વિદ્યાર્થીને Facebook દ્વારા મળ્યું અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ

આજના સમયમાં દેશમાં છોકરાઓ કરતા છોકરીઓ ઘણી આગળ વધી રહી છે. આપણા દેશમાં આજે મહિલાઓને એક અલગ જ સ્થાન આપવામાં આવે છે. આજે મહિલાઓ વ્યવહાર…

આજના સમયમાં દેશમાં છોકરાઓ કરતા છોકરીઓ ઘણી આગળ વધી રહી છે. આપણા દેશમાં આજે મહિલાઓને એક અલગ જ સ્થાન આપવામાં આવે છે. આજે મહિલાઓ વ્યવહાર પણ કરે છે અને ઘર પણ સંભાળે છે અને સંસદમાં રહીને દેશ પણ સંભાળે છે. વિશ્વની જાણીતી કંપની facebook દ્વારા ભારતની આવી જ એક છોકરીને મોટા પેકેજ વળી નોકરી આપવામાં આવી છે.

બિહારની રાજધાની પટનાથી અભ્યાસ કરી રહેલી અદિતિ તિવારી(Aditi Tiwari) એ ભારત દેશનું નામ રોશન કર્યું છે. અદિતિને facebook દ્વારા નોકરી આપવામાં આવી છે. સોશિયલ મીડિયાની સૌથી મોટી કંપની કહેવાતી facebook કંપની અદિતિને સામેથી નોકરી આપી છે.

પટના(Patna) એનઆઈટીની(NIT) ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનની ફાઈનલ યરની સ્ટુડન્ટ અદિતિ તિવારીને ફેસબુક તરફથી રૂ. 1.6 કરોડ (16 મિલિયન)નું પેકેજ મળ્યું છે. આ એનઆઈટીના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ પેકેજ છે. સૌથી વધુ પેકેજ (44 લાખ) પ્લેસમેન્ટનો રેકોર્ડ પટના NITમાં એક વિદ્યાર્થીના નામે હતો. અદિતિને ફેસબુકમાં ફ્રન્ટ એન્ડ એન્જિનિયર તરીકે પોસ્ટ કરવામાં આવશે. મહિનાના હિસાબે જુઓ તો 13 લાખ 33 હજાર રૂપિયાથી વધુની નોકરી હશે.

આપણા જોવા જઈએ તો પાંચ વર્ષમાં પહેલીવાર કોઈ વિદ્યાર્થીને કોઈ કંપની તરફથી આટલું મોટું પેકેજ મળ્યુ હોય. ભણતા ભણતા એટલી સારી નોકરી મળવી ખૂબ મુશ્કેલ છે. પરંતુ તેને ખબર પડી કે મને facebook એ સામેથી બોલાવી છે ત્યારે તે ખૂબ જ ખુશ થઇ ગઇ હતી. હવે કંપનીમાં ફ્રન્ટ એન્ડ એન્જિનિયરિંગ નું પદ સંભાળવા તૈયાર થઈ ગઈ છે. અદિતીનો મૂળ રહેઠાણ ઝારખંડ છે, પરંતુ તે પટના અભ્યાસ કરતી હતી. અદિતિ તિવારીની પસંદગી જાન્યુઆરીમાં કંપની દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા થઈ હતી. દીકરીના પિતાનું નામ સંજયભાઈ તિવારી છે અને માતા સરકારી નોકરી કરી રહી છે.

કેમ્પસના ઇન્ટરવ્યૂમાં થઈ પાસ
પટના એન.આઈ.ટી (NIT) ના કેમ્પસમાં દર વર્ષે મલ્ટિનેશનલ કંપનીઓ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવા માટે આવે છે. આ વર્ષે પણ ફાઇનલ વર્ષ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવા માટે કંપનીનો આવી હતી. પાછલા પાંચ વર્ષ થી એક કરોડથી વધારે પેકેજ કોઈપણ વિદ્યાર્થીઓને મળ્યું નથી. પરંતુ અદિતિ તિવારીએ આ પાછલા તમામ રેકોર્ડ તોડી ને મોટામાં મોટુ પેકેજ હાસિલ કર્યું છે.

બિહાર ફાઉન્ડેશન એ પણ આપી શુભેચ્છાઓ
બિહાર ફાઉન્ડેશને (Bihar Foundation)ટ્વિટ કરીને અદિતિ તિવારીને અભિનંદન પાઠવ્યા છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, NIT પટનાની વિદ્યાર્થીની અદિતિ તિવારીએ 1.6 કરોડ રૂપિયાના વાર્ષિક પગાર પેકેજ સાથે ફેસબુકમાં નોકરી મેળવી છે. NIT પટનામાં વિદ્યાર્થીને મળેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે. અદિતિ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ (ઈસીઈ)ની વિદ્યાર્થીની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *