સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. જેને લીધે કેટલાય કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતને ભેટ્યા છે. તો બીજી બાજુ કેટલાય દર્દીઓ અપૂરતી સુવિધાઓને કારણે મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે રાજ્યોમાં સરકારે મોટા મેળાવડા અને લગ્ન સમારોહ પર પ્રતિબંધ મુક્યા છે અથવા તો લગ્ન સમારોહમાં મર્યાદીત સંખ્યામાં જ લોકોને આમંત્રિત કરવાની છૂટ આપી છે. આ નિયમ બહાર પાડ્યા હોવા છતાં પણ કેટલાય લોકો આ કોરોનાની ગાઈડલાઈનને નેવે મુકીને લગ્ન કરી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો કર્નાટકથી સામે આવ્યો છે.
કર્ણાટકમાં આવેલ ચિકમંગલૂર જિલ્લામાથી એક ઘટના સામે આવી રહી છે. જેમાં બન્યું એવું કે લોકોએ સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને આ લગ્ન સમારોહ યોજાયો હતો તેના વિશેની જાણ થતા જ અચાનક જ પોલીસ આ લગ્ન સમારોહમાં પહોચી ગઈ હતી.
પોલીસ આવતાની સાથે જ લગ્ન સમારોહમાં અફરાતફરી મચી ગઈ હતી. જયારે વરરાજાને જાણ થઇ કે લગ્નમાં પોલીસ આવી છે તો તે દુલ્હનને મુકીને જ ભાગી ચુક્યો હતો. આ લગ્ન સમારોહમાં અંદાજે 300 કરતા પણ વધારે લોકો હાજર રહ્યા હતા. પોલીસે આ સમગ્ર લગ્ન સમારોહમાં આયોજકો સહીત 10 લોકો સામે કેસ કરવામાં આવ્યો છે.
જયારે આવો જ એક અન્ય કિસ્સો કર્ણાટકના માંડ્યા જિલ્લાના હોસુર ગામમાંથી સામે આવ્યો છે. આ હોસુર ગામમાં ગ્રામ પંચાયતના સભ્યની પુત્રીના લગ્ન યોજાયા હતા. જ્યારે આ લગ્ન સમારોહમાં પણ 300 કરતા વધુ લોકો હાજર રહ્યા હતા. ત્યારે શરુ લગ્નમાં પોલીસે રેડ પાડી હતી અને 4 મોટરકારને પણ કબજે કરી લીધી હતી. જયારે અન્ય 10 વ્યક્તિ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.