હાલમાં જથ્થા બંધ બજારમાં ડુંગળી 50 રુપિયા કિલો વેચાઈ રહી છે. જ્યારે રિટેલ માર્કેટમાં 65 થી 75 રુપિયા કિલોએ પહોંચી છે. ગયા દોઢ મહિનામાં ડુંગળીની કિંમત બે ગણી થઈ ગઈ છે. એશિયાના સૌથી મોટા ડુંગળી બજાર લાસલગામમાં જ ડુંગળીનો ભાવ 2 દિવસમાં 1 હજાર રુપિયા પ્રતિ ક્વિંટન વધી ગયો છે.
મીડિયાના અહેવાલ મુજબ બજારમાં ડુંગળીના જથ્થા બંધ ભાવ 2 દિવસમાં 970 રુપિયા પ્રતિ ક્વિંટન વધી 4200 થી 4500 રુપિયા પ્રતિ ક્વિંટન સુધી પહોંચી ગયા છે. નાસિકના લાસલગામથી દેશભરમાં ડુંગળી મોકલવામાં આવે છે. કેટલાક સમય પહેલા મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાના કારણે તથા કરા પડવાના કારણે ડુંગળીના પાકને નુકશાન થયું છે. જેનાથી જથ્થા બંધ બજારમાં ડુંગળીની આવક ઓછી થઈ ગઈ છે. ડુંગળી મોંઘી થવા પાછળ આને સૌથી મહત્વનું કારણ માનવામાં આવી રહ્યુ છે.
શનિવારે લાસલગામમાં ડુંગળીના ભાવ 4250-4551 પ્રતિ ક્વિંટલની નજીક હતો. ખરીફ વેરાયટીની ડુંગળી માટે આનો ભાવ 3870 રુપિયા ક્વિંટલ દાખલ કરવામાં આવ્યો છે. એક વ્યાપારીના જણાવ્યા મુજબ વરસાદના કારણે ડુંગળીની કિંમતમાં વધારો થયો છે. 20 ફેબ્રુઆરીએ લાસલગામ મંડીમાં ડુંગળીનો ભાવ 3500 -4500 રુપિયા પ્રતિ ક્વિંટલના ભાવે વેચાઈ રહી હતી. જાણવા મળ્યું છે કે, આવતા દિવસોમાં ડુંગળી હજું મોંઘી થવાની શક્યતા છે. અનેક વેપારીઓએ જણાવ્યું કે, ખરીફ પાકની આપૂર્તિમાં ઘટાડો નોંધાયો છે.
ડુંગળીના ભાવ એવા સમયમાં વધી રહ્યા છે. જ્યારે દેશમાં કૃષિ કાયદાને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. નવા કૃષિ કાયદામાં જરુરી વસ્તુ અધિનિયમને સંસદમાં સંશોધિત કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે જરુરી વસ્તુ અધિનિયમ 1955ના દાયરામાંથી બટાકા, ડુંગળી, દાળ- ચોખા, ખાધ્ય તેલ -તિલહન જેવી વસ્તુઓને હટાવી દેવામાં આવી છે. એટલે કે, આ વસ્તુઓના સંગ્રહની સીમા હટાવી દેવામાં આવી છે. હવે આ વસ્તુઓના વધારે સંગ્રહખોરી કરવા પર જેલ થઈ શકે નહિ. આ ઉપરાંત કંપનીઓ અથવા અનેક વ્યપારીઓ આ વસ્તુઓની કોઈ પણ સીમા સુધી સંગ્રહખોરી કરવા સ્વતંત્ર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle