ડુંગળી, લગ્ન અને ફિલ્મો: મંદી છુપાવાના મોદી સરકારના બહાના

આજે દેશમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ દરેક ભારતીય નાગરિક જાણે છે. પરંતુ મોદી સરકારે આ અંગે જવાબ આપવાથી બચવા માટે બે નિયમ બનાવ્યા છે. પહેલો નિયમ મંદી…

આજે દેશમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ દરેક ભારતીય નાગરિક જાણે છે. પરંતુ મોદી સરકારે આ અંગે જવાબ આપવાથી બચવા માટે બે નિયમ બનાવ્યા છે. પહેલો નિયમ મંદી ની વાત નકારવાનો છે. જ્યારે બીજો નિયમ મુદ્દાથી ધ્યાન ભટકાવવા નો છે. સરકાર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશમાં બધું જ બરોબર ચાલે છે તેવી વાત મનાવવા માટે ખૂબ જ નિષ્ફળ પ્રયત્નો થયા છે.

પરંતુ મુદ્દાથી ભટકવા ને બદલે પત્રકાર તરીકે અમારું કામ સરકારના સવાલ પૂછવાનું છે. પરંતુ મોદી સરકાર સવાલના જવાબ આપવાને બદલે બહાના બનાવી રહી છે. આ બહાના એટલા રમૂજી છે કે કોઈ 10 વર્ષનું બાળક પણ હસી પડે. અમારા પર વિશ્વાસ ન આવતો હોય તો આ રહી બહાનાઓ ની આખી યાદી.

1) ફિલ્મોના કલેક્શન નું બહાનું :-

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે,” ૨ ઓક્ટોબરના દિવસે ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે. ફિલ્મ ક્રિટીક કોમલ નહાટા એ મને કહ્યું છે કે 2 ઓક્ટોબરે રીલિઝ થયેલી ત્રણ ફિલ્મો વોર, જોકર અને સાયેરા એ 120 કરોડની કમાણી કરી છે. ભારતીય અર્થવ્યવસ્થા સારી હોવાને કારણે જ આ ફિલ્મ 120 કરોડ રૂપિયા એક દિવસમાં ખેંચી શકી.” આમ કહી રવિશંકર પ્રસાદે અર્થ વ્યવસ્થા સારી હોવાની વાતને સાબિત કરી.

પરંતુ ફિલ્મની કમાણી એ અર્થવ્યવસ્થા નું માપદંડ ન બની શકે. જેથી રવિશંકર પ્રસાદે પોતાની આ વાતને પાછી લીધી.

2) ટ્રેન, વિમાનો અને લગ્નો :-

નવેમ્બરમાં કેન્દ્રીય મંત્રી સુરેશ અંગાડી એ કહ્યું કે,” એરપોર્ટ ફૂલ છે, એક પણ સીટ નથી મળતી, રેલવે સ્ટેશન પર ટિકિટ નથી મળી રહી, તે પણ ફૂલ છે… કોઈના લગ્ન નથી અટકી રહ્યા, કોઈનું કામ નથી અટકી રહ્યું. આમ દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ સારી છે. ”

3) ટ્રાફિક જામ :-

ભારતીય જનતા પાર્ટીના એક સંસદ વિરેન્દ્ર સિંહ મસ્તએ અર્થવ્યવસ્થાને સારી બતાવવા કહ્યું કે,” અમુક લોકો આપણા દેશ અને સરકારને બદનામ કરવા માટે ઓટોમોબાઇલ સેક્ટરમાં મંદી હોવાની વાતો ફેલાવે છે. જો ઓટોમોબાઇલ સેક્ટર ના વેચાણમાં ઘટાડો થયો હોય તો રસ્તાઓ પર આટલું બધું ટ્રાફિકજામ કેમ જોવા મળે છે? ”

4) યુવાનો નું બહાનું :-

નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઓટોમોબાઇલ ના ઘટતા વેચાણ પાછળ ની જવાબદારી યુવાનો પર ઢોળતા કહ્યું કે,” ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને BS-6 અને યુવાનોને માનસિકતાએ અસર પહોંચાડી છે, યુવાનો કાર ખરીદવાને બદલે ઓલા અને ઉબેરમાં જવાનું પસંદ કરે છે. ”

5) આઈન્સ્ટાઈનની ગ્રેવિટી :-

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે અર્થવ્યવસ્થા પર ખુબજ રમૂજી બહાનું કાઢ્યું છે. આ બહાનું એટલું બોગસ છે કે કોઈ 10 વર્ષનું બાળક પણ સમજી શકે.

પિયુષ ગોયલ કહે છે કે, ” 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થાને પ્રાપ્ત કરવા દેશને 12% GDP ની જરૂર છે, આજે GDP 6-7% છે… આ બધી ગણતરીમાં ના પડો. આ ગણિતે આઈન્સ્ટાઈનને ગુરુત્વાકર્ષણ બળ શોધવામાં ક્યારેય મદદ નથી કરી.”

પિયુષ ગોયલને એટલી પણ નથી ખબર કે ગુરુત્વાકર્ષણના શોધક ન્યૂટન હતા. આ તથ્ય આજની 5મા ધોરણ ની વિજ્ઞાન ની ચોપડી માંથી મળી રહેશે.

6) હું ડુંગળી નથી ખાતી :-

રાષ્ટ્રવાદી કોંગ્રેસના સાંસદ સુપ્રિયા સુલે એ નિર્મલા સીતારમન ને વધતાં જતાં ડુંગળીના ભાવ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. તે દરમિયાન અન્ય એક સાંસદે “તમે ડુંગળી ખાવ છો? ” તેઓ નિર્મલા સીતારામને પ્રશ્ન પૂછ્યો. જેના જવાબમાં નાણામંત્રી કહે છે કે, ” હું એટલું લસણ, ડુંગળી નથી ખાતી જી. હું એક એવા પરિવારમાંથી આવું છું જ્યાં લસણ, ડુંગળી મહત્વ નથી રાખતા.”

કદાચ નાણામંત્રી ભૂલી ગયા કે તેઓ આખા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ નથી ખાતા પરંતુ દેશની અન્ય જનતા ખાય છે, જેથી ભાવ ઘટે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *