ઉદ્ધવ સરકાર એકશનમાં: પાલઘર કાંડ બાદ 35 પોલીસકર્મીઓ પર લેવાયા સખ્ત એક્શન, જાણો અહી

મુંબઈના કાંદિવલીથી ગુજરાત જઈ રહેલા બે સાધુઓ અને તેમના ડ્રાઈવરને 16 એપ્રિલના રોજ પાલઘરના ગડચિંચલેના ગ્રામજનોએ કથિત રૂપે માર માર્યો હતો. તેમને ચોર હોવાની શંકા…

મુંબઈના કાંદિવલીથી ગુજરાત જઈ રહેલા બે સાધુઓ અને તેમના ડ્રાઈવરને 16 એપ્રિલના રોજ પાલઘરના ગડચિંચલેના ગ્રામજનોએ કથિત રૂપે માર માર્યો હતો. તેમને ચોર હોવાની શંકા રાખી માર મારી બે સાધુ અને એક ડ્રાઈવર નું મોત નીપજાવ્યું હતું. આ ઘટના અંગે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને આ મામલે નવ કિશોરો સહિત 110 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસ કર્મીઓ પણ દોષિત હોવાનો આરોપ દેશભરમાં ઘણા લોકોએ લગાવ્યો હતો, જેના પગલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ ઘટનામાં સામેલ કોઈને બક્ષવામાં આવશે નહીં.

પાલઘર મોબ લિંચિંગની ઘટના અંગે કાસા પોલીસ સ્ટેશનમાંથી એક આસીસ્ટંટ સબ-ઇન્સ્પેક્ટર અને બે હેડ કોન્સ્ટેબલો સહિત ત્રણ વધુ પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાલઘર પોલીસના જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ મંગળવારે પોલીસ સ્ટેશનના 35 પોલીસકર્મીઓની બદલી કરાઈ હતી. આ પહેલા કાસા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓને આ મામલે 19 એપ્રિલના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પાલઘર ઘટનાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ને ટ્રાન્સફર કરવાની માંગ કરવા બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. મુંબઇ સ્થિત વકીલ ઘનશ્યામ ઉપાધ્યાયે દાખલ કરેલી અરજીમાં કેન્દ્ર સરકાર અને પાલઘર એસપીને તપાસના રીપોર્ટ NIA ને સોંપવાના નિર્દેશ પણ માંગવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *