સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સર્વેમાં થયો ચોંકાવનાર ખુલાસો : બાળકોમાં સતત વધી રહ્યું છે અશ્લિલ ફિલ્મો જોવાનું વલણ

છેલ્લા 1 વર્ષ જેટલા સમયગાળાથી સમગ્ર દેશમાં કોરોના જેવી વૈશ્વિક મહામારીને કારણે શાળા-કોલેજો બંધ પડી છે ત્યારથી જ બાળકોને ઓનલાઈન મારફતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન શિક્ષણ પર કરવામાં આવેલ સર્વેમાં ચોંકાવનાર ખુલાસો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ધુમ્રપાન કરતા પણ વધારે ઘાતક છે સોશિયલ મીડિયાનું વ્યસન :
ઓનલાઈન શિક્ષણની આડમાં બાળકો અશ્લીલ ફિલ્મો જોવા લાગ્યા હોવાનો ચોંકાવનાર ખુલાસો સર્વેમાં કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેનું તારણ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. જેની બાળકો પર વિપરીત અસર પડે છે.

7 વર્ષીય બાળકી અશ્લીલ ફિલ્મો જોતી હોવાનું સામે આવ્યું :
સોશિયલ મીડિયાનું વ્યસન ધુમ્રપાન કરતા પણ વધારે ભયંકર હોવાનું જાણવા મળી રહ્યું છે. બાળકોને ઈન્ટરનેટથી શક્ય હોય તેટલા દૂર રાખવાની મનો વૈજ્ઞાનિકો દ્વારા સલાહ આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડૉ. ધારા દોષીએ એક સર્વે કર્યો હતો.

જેમાં ફક્ત 7 વર્ષીય બાળકી અશ્લીલ ફિલ્મો જોતી હોવાનું સામે આવ્યું હતું. બાળકીનું ખાસ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે તેમજ વાલીઓ માટે બાળકો મોબાઈલ જોતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે.

મોબાઈલની બાળકો પર થઈ રહેલ આડઅસર :
ઓનલાઈન શિક્ષણને કારણે બાળકોને મોબાઈલની આદત લાગે છે. મોબાઈલને લીધે વીડિયો, કાર્ટુન, ગેમમાં બાળકો વ્યસ્ત રહે છે. કેટલાક વિદ્યાર્થીઓમાં અશ્લીલ ફિલ્મો જોવાનું ચલણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે બાળકો મોબાઈલમાં વ્યસ્ત હોવાને કારણે સામાજિક હતાશાનો ભોગ બનતા હોય છે.

બાળકોને હૃદય, ડાયાબીટીસ, હાયપરટેન્શન, કેન્સર જેવી બીમારીમાં વધારો થાય છે આંખોની કીકી ત્રાંસી થઈ જાય છે. મોબાઈલ સ્ક્રીનથી બહાર આવતી બ્લૂ લાઈટ આંખોના રેટીનાને નુકસાન થાય છે. આની સાથે જ માનસિક વિકાસ રૂંધાઈ જાય છે તેમજ બાળક સુનમૂન બેઠું રહે છે. દિવસ દરમિયાન બાળકોને થાક તથા બેચેની અનુભવે છે. બાળકોની ઊંઘની માત્રામાં ઘટાડો થઈ જાય છે.

મોબાઈલની લત છોડાવવા માટે શું કરવું જોઈએ?
બાળકોની સાથે નકારાત્મક વાતો કરવાનું ટાળવું જોઈએ. આની સાથે જ કેટલાક માતા-પિતા બાળકોને વ્યસ્ત રાખવા મોબાઈલ આપતાં હોય છે તેમ ન કરતાં શાળામાં આપવામાં આવતું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવામાં આવે તો આ કૂટેવમાં ઘટાડો થઈ શકે છે તેમજ બાળક પોતાની દિનચર્યામાં વ્યસ્ત રહેશે તો મોબાઈલની કૂટેવ છુટી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *