સમગ્ર દેશ માટે પ્રેરણા રૂપ બન્યું ગુજરાતનું આ ગામ, સરપંચે વિદ્યાર્થીઓ માટે એવું કાર્ય કર્યું કે…

કોરોના મહામારીનાં સમયમાં શાળાઓ બંધ હોવાંને કારણે સરકારનાં આદેશ પ્રમાણે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પન પાલનપુરમાં આવેલ પારપડા ગામમાં કેટલાંક…

કોરોના મહામારીનાં સમયમાં શાળાઓ બંધ હોવાંને કારણે સરકારનાં આદેશ પ્રમાણે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પન પાલનપુરમાં આવેલ પારપડા ગામમાં કેટલાંક વાલીઓની પાસે સારો મોબાઈલ ન હોવાંને કારણે બાળકો ઓનલાઈન અભ્યાસ ન કરી શકતાં ગ્રામપંચાયત દ્વારા શાળાની સાથે મળીને એક અલગ જ પ્રયોગ કરીને બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે.

કોરોના વાયરસને કારણે આખી દુનિયામાં કાળો કહેર પ્રવર્તી રહ્યો છે ત્યારે એની અસર શાળાઓ પર પણ પડી છે. લોકડાઉન થયું ત્યારથી જ રાજ્ય સહિત સમગ્ર દેશમાં શાળાઓ બંધ થયેલી છે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓને વિદ્યાર્થીને ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કરતાં રાજ્યની બધી જ શાળાઓનાં શિક્ષકો દ્વારા બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.

જો કે, બનાસકાંઠા જિલ્લામાં ઘણી શાળાઓનાં વિદ્યાર્થીઓની પાસે સારા મોબાઈલ ન હોવાને કારણે ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી. જો કે, આવી જ સમસ્યા પાલનપુરમાં આવેલ પારપડા ગામનાં વિધાર્થીઓને પડતી હતી. ગામનાં વાલીઓ આર્થિક રીતે સદ્ધર ન હોવાને કારણે તેમજ વાલીઓની પાસે સારા મોબાઈલ ન હોવાને કારણે પારપડા ગામનાં વિધાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા ન હતા.

જેથી શાળાના શિક્ષકોને મોટી સમસ્યા ઉભી થઇ હતી. ત્યારપછી એમણે ગામનાં સરપંચને આ સમગ્ર બાબતની જાણ કરતા ગ્રામપંચાયત દ્વારા પારપડા ગામમાં ઘણી જાહેર જગ્યાએ સ્પીકર લગાવી દેવામાં આવ્યા હતાં તેમજ એનું સમગ્ર સંચાલન ગ્રામપંચાયતમાંથી શરૂ કરવામાં આવ્યી છે. જ્યાં શાળાના શિક્ષકો દ્વારા વિવિધ વિષય વાઇઝ માઇક દ્વારા અભ્યાસની શરૂઆત કરવામાં આવી રહી છે.

જેને કારણે શાળાના બધાં જ વિદ્યાર્થીઓ પોતાના ઘરની પાસે લાગેલ માઇકની પાસે બેસીને શાંતિથી અભ્યાસ કરી રહ્યા છે.સરકાર દ્વારા ઓનલાઈન અભ્યાસ શરુ થતાની સાથે જ વિદ્યાર્થીઓ જોડે મોબાઈલ ન હોવાને કારણે વિદ્યાર્થીઓની સમસ્યામાં વધારો થયો હતો.

વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકતા ન હતા પન ગ્રામ પંચાયત દ્વારા ગામની તમામ શેરીઓમાં માઇક લગાવી આપતા વિદ્યાર્થીઓની સમસ્યાનો અંત આવ્યો છે. હવે જે જગ્યાઓ ઉપર માઇક લગાવવામાં આવ્યા છે તે જગ્યાની પાસે બાળકો આવીને બેસી જાય છે તેમજ ત્યાં જ એમની શાળા શરૂ થઈ જાય છે. વિદ્યાર્થીઓને પણ આવી રીતે અભ્યાસ કરવામાં ખુબ જ મજા પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *