ઓનલાઈન ગેમિંગ(Online gaming) અને ઓનલાઈન દર્શકો લોકોના દિલો-દિમાગમાં એટલા બેસી ગયા છે કે તેઓ તેના માટે કંઈ પણ કરવા તૈયાર છે. દિવસભર ગેમિંગનું વ્યસન તેમને માનસિક(Mentally) રીતે બીમાર(ill) બનાવી રહ્યું છે, જેનું ખરાબ પરિણામ સામે આવી રહ્યું છે. હૈદરાબાદ(Hyderabad)થી આવી જ એક ઘટના સામે આવી છે, જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
અહીં એક યુટ્યુબરે કથિત રીતે આપઘાત કરી લીધો છે. તેનું એકમાત્ર કારણ હતું કે તેની ઓનલાઈન ગેમિંગ યુટ્યુબ ચેનલના દર્શકોની સંખ્યા ઘટવા લાગી. મળતી માહિતી અનુસાર, 23 વર્ષીય મૃતક IIITM ગ્વાલિયરનો અભ્યાસ કરતો હતો.
એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી છલાંગ લગાવી:
પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ એપાર્ટમેન્ટના ત્રીજા માળે તેના ફ્લેટમાંથી કૂદીને આપઘાત કરી હતી. એપાર્ટમેન્ટના ચોકીદારને પડવાનો અવાજ સંભળાયો, ત્યારબાદ તેણે નજીક જઈને જોયું તો વિદ્યાર્થી લોહીથી લથપથ પડેલો હતો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
સુસાઈડ નોટમાં દર્શકોમાં ઘટાડો દર્શાવવાનો ઉલ્લેખ છે:
પોલીસને વિદ્યાર્થી પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ લખ્યું છે કે તે તેની યુટ્યુબ ચેનલ પર દર્શકોની ઘટતી સંખ્યાથી દુખી હતો. જેમાં વિદ્યાર્થીએ એમ પણ કહ્યું હતું કે તેના માતા-પિતા તરફથી કરિયરની સલાહ ન મળતા તે પણ નિરાશ હતો. પોલીસ ઈન્સ્પેક્ટર એલ રવિ કુમારે જણાવ્યું કે વિદ્યાર્થીના માતા-પિતા બંને નોકરી કરે છે. વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં જણાવ્યું છે કે તે એકલતા અનુભવતો હતો અને તેના જીવનથી નિરાશ હતો. વિદ્યાર્થી SELFLO નામની યુટ્યુબ ચેનલ ચલાવતો હતો. હાલમાં પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.