છેલ્લા બે વર્ષમાં સરકારે 1287 ખાનગી શાળા અને માત્ર 122 સરકારી શાળાઓને આપી પરવાનગી.

રાજ્યમાં એક તરફ શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. તો બીજી તરફ શિક્ષણ માફિયાઓને લીલા લહેર છે. આ કહેવાનું કારણ એવું છે કે, રાજ્યમાં ખાનગી શાળાઓને…

રાજ્યમાં એક તરફ શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. તો બીજી તરફ શિક્ષણ માફિયાઓને લીલા લહેર છે. આ કહેવાનું કારણ એવું છે કે, રાજ્યમાં ખાનગી શાળાઓને સરકાર દ્વારા બેફામ રીતે મંજૂરી આપવામાં આવે છે. તેની સામે માત્ર ગણતરીની સરકારી શાળાઓને મંજૂરી મળે છે. હાલ ચાલી રહેલા વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યએ સરકારને સવાલ પૂછ્યો હતો કે, રાજ્યમાં કુલ કેટલી સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળા અને ખાનગી પ્રાથમિક શાળાઓ છે અને બે વર્ષમાં કેટલી નવી સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી કોલેજો અને ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 32,574 સરકારી શાળા, 605 ગ્રાન્ટેડ શાળા અને 10940 ખાનગી શાળાઓ છે. આ શાળાઓમાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન 122 સરકારી શાળા, 13 ગ્રાન્ટેડ શાળા અને 1,287 ખાનગી શાળાઓને મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે.

રાજ્યમાં આવેલી કોલેજની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની 100 સરકારી કોલેજો આવેલી છે. 309 ગ્રાન્ટેડ કોલેજો આવેલી છે અને ખાનગી કોલેજો 455 આવેલી છે. છેલ્લા બે વર્ષની વાત કરવામાં આવે તો રાજ્યમાં માત્ર 1 સરકારી કોલેજની મંજૂરી આપવામાં આવી છે અને તેની સામે 40 જેટલી ખાનગી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

એક તરફ રાજ્યમાં સરકારી શાળાઓની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જાય છે કારણ કે, ગુજરાતમાં કેટલાક ગામડાઓમાં એવી સરકારી શાળાઓ છે કે જેમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. જે સમયે બાળકો ભણતા હોય તે સમયે છત પરથી સિમેન્ટના પોપડા પાડવાનો ડર બાળકોને રહે છે. ત્યારે આવી શાળાઓનું સમારકામ કરવાના બદલે સરકાર દ્વારા ખાનગી શાળાઓને મંજૂરી આપી દેવામાં આવે છે. જેના કારણે શિક્ષણ દિન પ્રતિદિન મોંઘુ થઈ રહ્યું છે અને શાળાના સંચાલકો મનફાવે તેમ ફીની વસુલાત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *