જીતુ વાઘાણીના પિતરાઈએ કુમળી વયની દીકરી સાથે કર્યા શારીરિક અડપલાં

જીતુ વાઘાણીના દીકરાએ યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલી પરીક્ષામાં ચોરી કરી હતી એ વાતને હજી 4 મહિના પણ નથી થયાં. ભાવનગરમાં આધેડ વયના એક રત્નકલાકાર દ્વારા…

જીતુ વાઘાણીના દીકરાએ યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલી પરીક્ષામાં ચોરી કરી હતી એ વાતને હજી 4 મહિના પણ નથી થયાં. ભાવનગરમાં આધેડ વયના એક રત્નકલાકાર દ્વારા એક નાની બાળકીને અડપલાં કરાતા હોવાનો વિડીયો સોશયલ મીડિયામાં અત્યારે વાઈરલ થવા લાગ્યો છે. બાળકી સાથે અડપલાનો આ વિડીયો સોશયલ મીડિયામાં ફરતો થયા બાદ ભાવનગરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ બાળકી સાથે અડપલાં કરનારો આધેડ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણીનો સગો છે એવું કહેવાઈ રહ્યું છે.

આ વ્યક્તિનું નામ સુરેશ શિવાભાઈ માધવાણી છે અને તે જીતું વાઘાણીનો મામાનો છોકરો છે. હાલ સોસીયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, એક આધેડ વયનો વ્યક્તિ એક કુમળી વયની બાળકીના શરીર પર પાછળ ના ભાગે હાથ ફેરવી રહ્યો છે. આ વિકૃત માણસ બાળકીની પાછળની બાજુએ ઊભો છે અને બાળકીને તે અડપલાં કરી રહ્યો છે. જ્યારે આ દુષ્કર્મ થયુ ત્યારે સામેની બિલ્ડિંગમાંથી કોઈએ તેનો વિડીયો ઉતારી લીધો હતો અને એને વાઈરલ કરી દીધો હતો.

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પિતરાઈ સુરેશ શિવાભાઈ માધવાણી કુમુદવાડીમાં હીરાનું કારખાનું ચલાવે છે.આ સગીર બાળાના માતા-પિતા ત્યાં હીરા ઘસવા જાય છે. જે દિવસે માતા પિતા તેમની દીકરીને પણ તેમની સાથે કારખાને ગઈ હતી.

આ વ્યક્તિ જીતું વાઘાણી નો સગો હોવાથી શરૂઆતમાં આ કેસમાં પોલીસ તુરંત ફરિયાદ લેવા તૈયાર થઈ નહોતી. જોકે બાદમાં ડી ડિવિઝન પોલીસ મથકે એની ફરિયાદ નોંધાઈ છે એવું ફરીયાદીએ કહ્યું હતું. તમને જણાવી દઈએ કે સુરેશ નામનો શખ્સે સગીરાને અગાસીમાં લઈ ગયો હતો અને ત્યાં અડપલા કર્યા હતા. સુરેશનીઆ પ્રકારની હરકતનો કોઈ શખ્સે વીડિયો ઉતારી વાયરલ કરી દેતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *