માત્ર 23 મહિનાના બાળકે દુનિયાને અલવિદા કહેતા પહેલા આ એક કામ કરી 17 વર્ષના યુવાનને નવજીવન આપતો ગયો

ઈશ્વરે દાનનું મહત્વ ખુબ વર્ણવ્યું છે. એમાં પણ ઘણા લોકો અંગદાન પણ કરી રહ્યા છે. અને બીજા ઘણા જરૂરિયાતમંદ લોકોને નવજીવન આપતા ગયા છે. જો કોઈ યુવાનવયે ધામમાં જવાનો હોય તો તે તેના અગત્યના અંગો જેવાકે આંખ, કીડની જેવા મહત્વના અંગ કે જે એકદમ સુરક્ષિત હોય છે, આ અંગો મૃત્યુ બાદ તો કોઈ કામ નથી આવાના પણ બીજાને તેની જિંદગીની સૌથી મોટી ભેટ મળી રહે તે હેતુસર લોકો અંગદાન પણ કરી રહ્યા છે. અહિયાં આપણે વાત કરી દરેક યુવાનો પણ તમે સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે માત્ર 23 મહિનાનો બાળક એક 17 વર્ષના યુવાનને નવજીવન આપતો જશે…

ગુજરાતના રાજકોટ શહેરનો 23 મહિનાનો વેદ ઝીંઝુવાડિયા મગજમાં ગાંઠ બાદ કોમામાં સરી પડ્યો હતો. તેમના પરિવારના સભ્યો ઉપર તો જાણે મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હોય તેવું લાગી રહ્યું હતું. પણ દુ:ખના પહાડ તળે પણ તેના માતા-પિતાએ દીકરાની બન્ને કિડની ડૉનેટ કરવાનો નિર્ણય લીધો. અહિયાં તો એની જેવું જ થયું કે “એક લાડકો છીનવાયો, બીજો જીવી ગયો…”

23 મહિનાનો વેદ ભાવેશભાઈ ઝીંઝુવાડિયાનું બ્રેઈન ડેડ થયા બાદ તેની બન્ને કિડનીઓનું રવિવારના રોજ દાન કરાયું હતું. ત્યારે તેનો ફૂલ સાથે રમતો હોય તેવી તસવીર એક ખાનગી ન્યુજ એજન્સીએ રાજકોટની અલગ-અલગ 10 મહિલા કે જેઓ માતા પણ છે તેમને મોકલી હતી અને પૂછ્યું હતું કે, આ બાળક કેવું લાગે છે? ત્યારે ખૂબસુંદર લખાણ મહિલાઓએ મોકલ્યું હતું.

બાદમાં જ્યારે તેમને જણાવાયું કે, આ બાળક હવે દુનિયામાં નથી ત્યારે જે વેદનાઓ અને બાળક વિશે લખીને મોકલ્યું તે વાંચીને ગમે તેની આંખોમાંથી આંસુ છલકી આવે. તેમાંથી એક મહિલાએ કાવ્યપંક્તિ સ્વરૂપે જે લખીને મોકલ્યું તે અહીં રજૂ કરવામાં આવ્યું છે. “હું દુનિયામાં આવ્યો હતો, જીવનની વ્યથાઓમાં જ સમાઈ ગયો, પણ મારું લઘુ જીવન થયું સાકાર જીતી ગયો, હું મૃત્યુથી કોઈ અન્યનું જીવન બચાવી ગયો.”

નાનકડો એવો માત્ર 23 વર્ષનો વેદ હવે અનુજમાં જીવશે. અમદાવાદમાં રહેતા 15 વર્ષના અનુજને જન્મથી જ કિડનીની ખામી હતી. વેદની કિડની મળતા હવે તેને ડાયાલિસિસનું દર્દ નહીં સહન કરવું પડે. વેદ અનુજમાં જીવી જતાં અનુજના પરિવારે અંગદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *