નાના બાળકો પર ખતરો: સુરતમાં માત્ર 3 વર્ષના બાળકને થયો મ્યુકરમાઈકોસિસ, ડોક્ટર પણ આશ્ચર્યચકિત

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ધીમેધીમે ઘટી રહ્યું છે. સાથે-સાથે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોના ની ત્રિજી લહેરમાં નાના બાળકો વધુ ભોગ બની શકે છે. ત્યારે હવે ત્રણ વર્ષના બાળકમાં કોરોના અને મ્યુકરમાઈકોસોસીસના લક્ષણો જોવા મળ્યા છે. સુરત શહેરમાં સૌથી નાની ઉમરના બાળકમાં મ્યુકરમાઈકોસિસનો શિકાર બન્યો હોવાની માહિતી મળી છે.

બાળકને શંકાસ્પદ લક્ષણો સામે આવતા બાળકનું સીટી સ્કેન કરવામાં આવતા તેનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે અને હાલમાં આ બાળકને સારવાર હેઠળ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. રાજ્યમાં આટલી નાની ઉમરના બાળકને મ્યુકોરમાઇકોસિસ થવાનો આ પ્રથમ કેસ છે. હાલમાં બાળકની હાલત ખુબ જ ગંભીર હોવાથી સેન્ટરમાં રીફર કરવામાં આવેલ છે.

તબીબોના જણાવ્યા અનુસાર, ત્રણ વર્ષના બાળકનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુકરમાઇકોસિસ સાથે કોરોના હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેને લીધે બાળકને તાત્કાલિક જ હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકના કાન, આંખ અને દાંતના ડોકટરોને તપાસ કરવા માટે મોકલી આપવામાં આવ્યો હતો. ફક્ત એટલું જ નહી બાળકની સ્થિતિ ખુબ જ ગંભીર હોવાને કારણે બાળકને હાયર સેન્ટર પર રીફર કરવામાં આવ્યો છે.

કોરોનાની સાથે સાથે હવે તો મ્યુકોરમાઇકોસિસ જેવી જીવલેણ બીમારીના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે જે ખુબ જ ચિંતાજનક કહી શકાય. બીજી લહેરમાં કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસના કેસોમાં વધારો જોવા મળ્યો છે અને જેને લીધે ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે અને મ્યુકોરમાઇકોસિસને કારણે અનેક દર્દીઓ પર સર્જરી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *